________________
૩૦ |
શ્રી ઠાણાગ સૂત્ર-૨
ભાવાર્થ :- ગતિના દશ પ્રકાર છે, તે આ પ્રમાણે છે
(૧) નરકગતિ- નરક સ્થાનગત જીવ (૨) નરક વિગ્રહગતિ- વાટે વહેતા જીવ (૩) તિર્યંચ ગતિ (૪) તિર્યંચ વિગ્રહગતિ (૫) મનુષ્ય ગતિ (૬) મનુષ્યવિગ્રહ ગતિ (૭) દેવ ગતિ (૮) દેવ વિગ્રહ ગતિ (૯) સિદ્ધિગતિ (૧૦) સિદ્ધિ વિગ્રહગતિ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સિદ્ધ ગતિ સહિત પાંચ ગતિઓનું કથન છે તેમાં “ગતિ' અને વિગ્રહગતિ બે શબ્દપ્રયોગ કરી ગતિના ૧૦ પ્રકાર કહ્યા છે. “ગતિ’ શબ્દ પ્રયોગ સ્થાન પ્રાપ્ત જીવો માટે અને “વિગ્રહગતિ” શબ્દપ્રયોગ વાટે વહેતા જીવો માટે થયો છે.
- નરકગતિ- નરકરૂપ સ્થાનને પ્રાપ્ત થયેલા જીવો. નરક વિગ્રહગતિ- નરકરૂપ સ્થાનને પ્રાપ્ત કરવા માટે વાટે વહેતા જીવો. આ રીતે ચારે ગતિ અને વિગ્રહ ગતિનો અર્થ સમજવો જોઈએ. સિદ્ધગતિસિદ્ધક્ષેત્રને પ્રાપ્ત થયેલા જીવો. સિદ્ધવિગ્રહ ગતિ- સર્વ કર્મોનો ક્ષય થયા પછી લોકાંતે પહોંચવા માટે એક સમય માત્રની ઋજુગતિને પ્રાપ્ત જીવો.
દસ મુંડનઃ९१ दस मुंडा पण्णत्ता, तं जहा- सोइंदियमुंडे, चक्खिदियमुंडे, घाणिंदियमुंडे, जिभिदियमुंडे, फासिंदियमुंडे, कोहमुंडे, माणमुंडे मायामुंडे लोभमुंडे, सिरमुंडे। ભાવાર્થ - મુંડના દશ પ્રકાર છે, તે આ પ્રમાણે છે–
(૧) શ્રોતેન્દ્રિય મંડ- શ્રોત્રેન્દ્રિયના વિષયનો ત્યાગ કરનારા શ્રોતેન્દ્રિયને નિયંત્રણમાં રાખનારા (૨) ચક્ષુરિન્દ્રિય મુંડ- ચક્ષુરિન્દ્રિયના વિષયનો ત્યાગ કરનારા (૩) ઘ્રાણેન્દ્રિયમુંડ- ધ્રાણેન્દ્રિયના વિષયનો ત્યાગ કરનારા (૪) જિલૅન્દ્રિય મુંડ- જિહેન્દ્રિયના વિષયનો ત્યાગ કરનારા (૫) સ્પર્શેન્દ્રિય મુંડસ્પર્શેન્દ્રિયના વિષયનો ત્યાગ કરનારા, તેને જીતનારા (૬) ક્રોધ મુંડ- ક્રોધ કષાયને જીતનારા (૭) માનમુંડ- માન કષાયને જીતનારા (૮) માયા મુંડ- માયા કષાયને જીતનારા (૯) લોભ મુંડ- લોભ કષાયને જીતનારા (૧૦) શિરો મુંડ- મસ્તકના કેશનું મુંડન કરનારા. વિવેચન :
સ્થાન-૫, ઉદ્દે-૩, સૂત્ર–૯ માં પાંચ-પાંચ પ્રકારના મુંડનું કથન છે. જ્યારે અહીં દશમું સ્થાન હોવાથી એકીસાથે દશ પ્રકારના મુંડનું કથન છે. સંખ્યાન-ગણિતના પ્રકાર - ९२ दसविहे संखाणे पण्णत्ते, तं जहा