________________
સ્થાન- ૧૦
[ ૩૫૯]
ભાવાર્થ:- દાનના દશ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) અનુકંપા દાન- કરુણાભાવથી દાન આપવું. દીન, અનાથ, રંક, આપત્તિગ્રસ્ત રોગી વગેરે પ્રતિ
દયા બુદ્ધિથી જે અપાય તે અનુકંપા દાન છે. (૨) સંગ્રહ દાન- પૂર, દુર્ભિક્ષ, ધરતીકંપ આદિ ઉપદ્રવોથી પીડિતોને સહાય કરવી તે સંગ્રહ દાન. (૩) ભય દાન– રાક્ષસ, પિશાચ, રાજા, મંત્રી, કોટવાળ આદિના ભયથી જે અપાય તે ભય દાન. (૪) કારુણ્ય દાન- પુત્રાદિના વિયોગના કારણે થતો શોક, કારુણ્ય કહેવાય છે. શોકવશ પિતૃ આદિના
નિમિત્તે જે દાન અપાય તે કારુણ્યદાન અર્થાત્ મૃત વ્યક્તિની પાછળ જે દાન અપાય તે. (૫) લજ્જા દાન- લોકલજ્જાથી જે દાન અપાય તે લજ્જાદાન.
ગૌરવદાન- યશ અથવા પોતાની મોટાઈ બતાવવા જે દાન અપાય તે ગૌરવ દાન અથવા ગર્વથી અપાય તે ગર્વ દાન.
અધર્મ દાન– હિંસા, અસત્ય વગેરે પાપમાં આસક્ત વ્યક્તિને આપવું અથવા પાપયુક્ત દાન આપવું. ધર્મ દાન- ધર્મ ભાવનાથી શ્રત અને ચારિત્ર ધર્મના પોષણ માટે જે દાન અપાય તે ધર્મ દાન. સંયમીને અપાય તે ધર્મ દાન છે. તે દાન અક્ષય સુખનું કારણ છે. કરિષ્યતિ દાન– “કયારેક આ પણ મારા ઉપર ઉપકાર કરશે’ આ ભાવનાથી જે દાન અપાય તે
કરિષ્યતિ દાન. (૧૦) કૃમિતિ દાન– પહેલા કરેલા ઉપકારને યાદ કરી આપે છે. વિવેચન :
દાન એટલે દેવું, દેવાના અર્થમાં સમાવિષ્ટ થતી વિવિધ દાન પ્રવૃત્તિઓનો સંગ્રહ આ દસ દાનમાં છે. જેમાં ધર્મ, પુણ્ય, કર્તવ્ય, પરિસ્થિતિ આદિ અનેક તત્ત્વોનો સમાવેશ થયો છે. નવમા સ્થાનમાં નવ પુણ્યનું કથન છે, તેમાં પણ છ પુણ્યના પ્રકાર તો દાન સ્વરૂપ જ છે. જે અહીં અનુકંપા દાનરૂપ એક જ ભેદમાં સમાવિષ્ટ થાય છે. શેષ પ્રસ્તુત દાનોનું તાત્પર્ય ભાવાર્થમાં સ્પષ્ટ કરેલ છે.
ગતિના પ્રકાર :|९० दसविहा गई पण्णत्ता, तं जहा-णिरयगइ, णिरयविग्गहगइ, तिरियगइ, तिरियविग्गहगइ, मणुयगइ मणुयविग्गहगइ, देवगइ, देवविग्गहगइ, सिद्धिगई, सिद्धिविग्गहगई।