________________
સ્થાન- ૧૦
| ૩૫૭ |
તેનું તાત્પર્ય એ છે કે જ્યારે તે(સામાન્ય)દોષોનું સેવન વિશેષરૂપે થાય ત્યારે તેની ગણના વિશેષ દોષમાં થાય છે. એકાર્ષિક વિશેષ– એક જ અર્થના વાચક અનેક શબ્દોનો એક સાથે પ્રયોગ કરવો. યથા- ઘટ, કુંભ, કળશ લઈ આવો. પ્રત્યુત્પન્ન દોષ વિશેષ- આ દોષ વર્તમાનકાલીન છે. વર્તમાનમાં પ્રત્યક્ષ પ્રતીત થતાં દોષોને પ્રત્યુત્પન્ન દોષ કહે છે. યથા–વસ્તુ ક્ષણિક છે. કૃતક(કરેલી) હોવાથી. અહીં વસ્તુને સર્વથા ક્ષણિક માનવાથી કૃતનાશ અને અકૃતાગમ દોષ થાય છે. નિત્યદોષ વિશેષ- વસ્તુને એકાંત નિત્ય માનીએ તો બાલ્યાવસ્થા, યુવાવસ્થા આદિનો અભાવ થાય છે. આ નિત્ય દોષ સામાન્યની અપેક્ષાએ વિશેષ છે. અધિક દોષ વિશેષ- પ્રતિજ્ઞા, હેતુ, વ્યાપ્તિ, દષ્ટાંત, ઉપનય અને નિગમન આદિનો અતિ પ્રયોગ કરે તે અધિક દોષ છે. આત્મોપની વિશેષ- આ દોષ દષ્ટાંત સંબંધી છે. સ્વયં પોતાના દ્વારા દષ્ટાંત સંબંધી દોષનું સેવન થાય તે આત્મોપનીત દોષ છે. શુદ્ધવા-અનુયોગ - ८८ दसविहे सुद्धवायाणुओगे पण्णत्ते, तं जहा- चंकारे, मंकारे, पिंकारे, સેકંડારે, સાયર, પા, પુહરે, સંગૂ, સંમિશ, મને ! ભાવાર્થ - વાક્ય-નિરપેક્ષ શુદ્ધ પદના અનુયોગના દશ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) ચકાર અનુયોગ (૨) મકાર અનુયોગ (૩) પિકાર અનુયોગ (૪) સેકંકાર અનુયોગ (૫) સાયંકાર અનુયોગ (૬) એકત્વ અનુયોગ (૭) પૃથકત્વ અનુયોગ (૮) સંધૂથ અનુયોગ (૯) સંક્રમિત અનુયોગ (૧૦) ભિન્ન અનુયોગ. વિવેચન :(૧) ચકાર અનુયોગ “ચ” શબ્દના અનેક અર્થોનો વિચાર કરવો. જેમ કે કયાંક “ચ” શબ્દ સમુચ્ચય,
કયાંક અગ્વાદેશરૂપે, કયાંક અવધારણ અર્થનો બોધક છે. મકાર અનુયોગ- “મ” શબ્દનો વિચાર કરવો, જેમ કે- 'નળાવ-તેગાનેવ આદિ પદોમાં “મ”નો પ્રયોગ આગમિક છે. તે લાક્ષણિક અથવા પ્રાકૃત વ્યાકરણથી સિદ્ધ થાય. અથવા “મ”
શબ્દ “મા” નકાર અર્થમાં વપરાય છે. (૩) પિકારઅનુયોગ– ‘અપિ” શબ્દના અર્થની વિચારણા કરવી. યથા– અપિ શબ્દ અવ્યય છે તે
નિવૃત્તિ, અપેક્ષા, સમુચ્ચય આદિ અનેક અર્થોનો બોધક છે.