________________
શ્રી ઠાણાંગ સૂત્ર–૨
વાદ સમયે વાદી પોતાનું પ્રતિજ્ઞા વાક્ય બોલે છે અને તેને સિદ્ધ કરવા હેતુનું કથન કરે છે. પ્રતિજ્ઞા અને હેતુ આ બે વાદના મુખ્ય અંગ છે. યથા− આ પર્વતમાં અગ્નિ છે, ધૂમ દેખાતો હોવાથી. અહીં પર્વતમાં અગ્નિ છે', તે પ્રતિજ્ઞા વાક્ય છે અને ‘ધૂમ' હેતુ છે. વાદના વિષયભૂત પક્ષ, સાધ્ય, સાધન આદિને જાણવા આવશ્યક છે, તે આ પ્રમાણે છે. પક્ષ– જ્યાં સાધ્ય સિદ્ધ કરવાનું છે, તે સ્થાન કે વસ્તુને પક્ષ કહે છે. સાધ્ય— જે સિદ્ધ કરવાનું હોય તે સાધ્ય છે. ઉપરોકત વાક્યમાં ‘અગ્નિ’ સાધ્ય છે. સાધન(હેતુ)– જેના દ્વારા સાધ્ય સિદ્ધ થાય અથવા સાધ્ય સાથે અવિનાભાવ સંબંધ ધરાવે, તેને સાધન અથવા હેતુ કહે છે. ઉપરોકત વાક્યમાં અગ્નિરૂપ સાધ્યની સિદ્ધિ માટે ધૂમ' સાધન છે. ધૂમ અને અગ્નિને અવિનાભાવ સંબંધ પણ છે. વ્યાપ્તિ– અવિનાભાવ સંબંધને વિધિ અને નિષેધથી પ્રગટ કરવો તેને વ્યાપ્તિ કહે છે. યથા— જ્યાં ધૂમ છે ત્યાં અગ્નિ છે. જ્યાં અગ્નિ નથી ત્યાં ધૂમ નથી. દૃષ્ટાંત– સાધ્યને સિદ્ધ કરતું અન્ય કોઈ પણ સ્થાન અથવા વસ્તુ, જયાં ધૂમ છે ત્યાં અગ્નિ છે. જેમ કે– રસોડુ, અહીં રસોડુ દષ્ટાંત છે.
૩૫૬
વાદી અને પ્રતિવાદીએ પક્ષ, હેતુ, સાધ્ય આદિનો પ્રયોગ નિર્દોષ રીતે કરવો જોઈએ. જો તેના કોઈ પણ અંગ દૂષિત થાય તો તે વાદનો દોષ કહેવાય છે. પ્રસ્તુત બે સૂત્રોમાં વાદના દશ સામાન્ય દોષ અને દશ વિશેષ દોષનું કથન છે. તેમાંથી કેટલાક દોષ ભાવાર્થથી સ્પષ્ટ છે.
સ્વલક્ષણ દોષના ત્રણ પ્રકાર :– અવ્યાપ્તિ : જે લક્ષણ લક્ષ્યના એક દેશમાં જ હોય તે. જેમ કે પશુનું લક્ષણ શીંગડા કહેવું. અતિવ્યાપ્તિ ઃ જે લક્ષણ લક્ષ્ય સિવાય અલક્ષ્યમાં પણ જોવા મળે. જેમ કે વાયુનું લક્ષણ ‘ગતિશીલતા' કહેવું. અસંભવ દોષ : જે લક્ષણ લક્ષ્યમાં અંશતઃ પણ ન હોય. જેમ પુદ્દગલનું લાલ ચૈતન્ય કહેવું.
:
હેતુ દોષના ત્રણ પ્રકાર :– અસિદ્ધ હેતુ :- જે હેતુ સાધ્યને સિદ્ધ કરી ન શકે, તે અસિદ્ધ હેતુ કહેવાય છે યથા¬ શબ્દ અનિત્ય છે ચાક્ષુષ હોવાથી. અહીં ચાક્ષુષત્વ હેતુ શબ્દની અનિત્યતાને સિદ્ધ કરી શકતો નથી, તેથીતે અસિદ્ધ છે. વિરુદ્ધ હેતુ – જે હેતુ સાધ્યને નહીં પરંતુ તેનાથી વિરુદ્ધને સિદ્ધ કરે તે વિરુદ્ધ · હેતુ કહેવાય છે. યથા– શબ્દ નિત્ય છે. કૃતક હોવાથી અને કૃતકત્વ હેતુ શબ્દની નિત્યતા નહીં પરંતુ અનિત્યતાને સિદ્ધ કરે છે. અનેકાંતિક હેતુ :– જે હેતુ પક્ષ, વિપક્ષ બંનેમાં રહે તે અનેકાંતિક કહેવાય છે યથા— શબ્દ નિત્ય છે, જ્ઞેય હોવાથી, અહીં ‘શેય’ એ હેતુ છે. તે શબ્દમાં અને શબ્દ સિવાય અન્ય પદાર્થોમાં પણ રહે છે. તેથી તે હેતુ અનૈતિક દોષ યુક્ત છે.
વસ્તુ દોષના પાંચ પ્રકાર :- (૧) પ્રત્યક્ષ નિરાકૃત ઃ- શબ્દ ચક્ષુનો વિષય છે. (૨) અનુમાન નિરાકૃત ઃ– શબ્દ નિત્ય છે. (૩) પ્રતીતિ નિરાકૃત :– શશી ચંદ્ર નથી. (૪) સ્વવચન નિરાકૃત :– હું કહું છું તે મિથ્યા છે. આ પ્રકારે કહેવું તે વાક્ય દૂષિત છે. (૫) લોકરૂઢિ નિરાકૃત :– યથા મનુષ્યની ખોપડી પવિત્ર છે.
વિશેષ દોષ – સૂત્રકારે વસ્તુદોષ, તજ્જાત દોષ, મતિભંગ દોષ, કારણ દોષ વગેરે દોષોનું કથન સામાન્ય દોષ અને વિશેષ દોષ બંનેમાં કર્યું છે.