________________
સ્થાન-૧૦
ભાવાર્થ :- વાદના દોષ દશ પ્રકારના છે, તે આ પ્રમાણે છે–
(૧) તાત દોષ- વાદ સમયે પ્રતિવાદીથી ક્ષુબ્ધ થઈને તેના જાતિ, કુલ, આચરણ આદિ અંગે વ્યક્તિગત દોષારોપણ કરવા. (૨) મતિભંગ દોષ- તત્ત્વ વિસ્મૃતિ થવી. વાદ સમયે જ્ઞાત વિષય પણ યાદ ન આવવા. પ્રમાદ કે સંકોચવશ ઉત્તર ન આપવા. (૩) પ્રશાસ્તા દોષ– સભાના અધ્યક્ષ દ્વારા પક્ષપાત થવો. અધ્યક્ષ દ્વારા વાદીને કાંઈક યાદ કરાવવું. (૪) પરિહરણ દોષ- વાદીએ આપેલા દોષનો સમ્યગ્ હેતુથી પરિહાર ન કરવો, સમ્યગ્ હેતુથી તેનું ખંડન ન કરવું, તત્સંબંધિત અન્ય નિરૂપણ કરવું. (૫) સ્વલક્ષણ દોષ– સ્વપક્ષની સિદ્ધિ માટે અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અથવા અસંભવ દોષ યુક્ત લક્ષણો આપવા. (૬) કારણ દોષ— જેના માટે કોઈ દષ્ટાંત જ ન હોય, તેવા દોષયુક્ત કારણથી વાદનો પ્રારંભ કરવો. (૭) હેતુ દોષ– અસિદ્ધ, વિરુદ્ધ અથવા અનેકાંતિક હેતુનો પ્રયોગ કરવો. (૮) સંક્રમણ દોષ– પ્રાસંગિક પ્રમેયને (સાધ્યને) છોડીને અપ્રાસંગિક સાધ્યની ચર્ચા કરવી અથવા પ્રતિવાદીના મતને સ્વીકારીને જ હેતુ, દૃષ્ટાંત આપવા. (૯) નિગ્રહ દોષ- છલ, જાતિ, વિતંડા આદિનો આશ્રય લઈને પ્રતિવાદીને પરાર્જિત કરવા. (૧૦) વસ્તુ દોષ– સાધન અને સાધ્ય યુક્ત પશ સ્થાપનને વસ્તુ કહેવાય. જે પક્ષનું સ્થાપન જ દોષ યુક્ત હોય તે વસ્તુ દોષ કહેવાય. પક્ષ સંબંધી પ્રત્યક્ષ નિરાકૃત, અનુમાન નિરાકૃત આદિ દોષોમાંથી કોઈ દોષ હોવો.
८७ दसविहे विसेसे पण्णत्ते, ૐ
૩૫૫
નહીં
वत्थु तज्जायदोसे य, दोसे एगट्ठिए इ य । कारणे य पडुप्पण्णे, दोसे णिच्चेहिय अट्ठमे ॥ अत्तणा उवणीए य, विसेसेइ य ते दस ॥ १॥
ભાવાર્થ :- વિશેષના(વાદ સંબંધી વિશેષ દોષના)દશ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) વસ્તુદોષ વિશેષ – પક્ષ સંબંધી દોષના વિશેષ દોષ. (૨) તજ્જાત દોષ વિશેષ- વાદ સમયે પ્રતિવાદીના જન્મ, મર્મ, કર્મ આદિ પ્રગટ કરીને તેને દોષિત કરવા. (૩) મતિભંગ દોષ વિશેષ- મતિ ભંગ આદિના વિશેષ દોષો. (૪) એકાર્થિક વિશેષ- એક અર્થના વાચક શબ્દોની નિરુક્તિજનિત વિશેષ દોષ. (૫) કારણ વિશેષ- કારણના વિશેષ દોષ. (૬) પ્રત્યુત્પન્ન દોષ વિશેષ- વર્તમાનકાલીન દોષ. (૭) નિત્ય દોષ વિશેષ- વસ્તુને સર્વથા નિત્ય માનવાથી લાગતા વિશેષ દોષ. (૮) અધિક દોષ વિશેષ- વાદ સમયે દષ્ટાંત, ઉપનય આદિના વધુ પ્રયોગ રૂપ વિશેષ દોષ. (૯) આત્મોપનીત વિશેષ– ઉદાહરણના દોષનો એક પ્રકાર. (૧૦) વિશેષવસ્તુના ભેદાત્મક ધર્મ.
વિવેચન :
=
વાદઃ– વાદી-પ્રતિવાદી વચ્ચે વિજય મેળવવા જે વાદ થાય તેમજ પોત પોતાના મંતવ્યને સિદ્ધ કરવા માટે થતી ચર્ચા તે વાદ કહેવાય છે. જિજ્ઞાસા બુદ્ધિથી જે જ્ઞાન ચર્ચા થાય તે વાદ નથી પરંતુ શંકા સમાધાન કહેવાય.