________________
શ્રી ઠાણાંગ સૂત્ર–૨
દૃષ્ટિએ વસ્તુનું પ્રતિપાદન કરતું હોવાથી દષ્ટિવાદ કહેવાય છે. (૨) હેતુવાદ– હેતુના પ્રયોગથી તેમજ અનુમાન દ્વારા વસ્તુને સિદ્ધ કરતું હોવાથી હેતુવાદ કહેવાય છે. (૩) ભૂતવાદ– સદ્ભૂત, વાસ્તવિક પદાર્થનું નિરૂપણ કરતું હોવાથી ભૂતવાદ કહેવાય છે. (૪) તથ્યવાદ– જીવાદિ તત્ત્વનું યથાતથ્ય પ્રતિપાદન કરતું હોવાથી તથ્યવાદ કહેવાય છે. (૫) સમ્યવાદ– પદાર્થોના સત્ય અર્થનું પ્રતિપાદન કરતું હોવાથી સમ્યવાદ કહેવાય છે. (૬) ધર્મવાદ– વસ્તુના પર્યાયરૂપ ધર્મોનું અથવા ચારિત્રરૂપ ધર્મનું પ્રતિપાદન કરતું હોવાથી ધર્મવાદ કહેવાય છે. (૭) ભાષા વિચય– સત્ય આદિ અનેક ભેદ પ્રભેદ યુક્ત ભાષાઓની વિચારણા હોવાથી ભાષા વિચય કહેવાય છે. (૮) પૂર્વગત− દષ્ટિવાદ અંગમાં ચૌદ પૂર્વોનું વર્ણન છે. દૃષ્ટિવાદના પાંચ વિભાગોમાં સર્વથી વિશાળ અને વિખ્યાત વિભાગનું નામ પૂર્વગત હોવાથી મુખ્ય વિભાગના નામે તે પૂર્વગત કહેવાય છે.(૯) અનુયોગ ગત– દષ્ટિવાદના એક વિભાગનું નામ અનુયોગ હોવાથી તે અનુયોગગત કહેવાય છે. તેમાં પ્રથમાનુયોગ, ગંડિકાનુયોગ આદિ અનુયોગોનું વર્ણન છે. (૧૦) સર્વ પ્રાણ ભૂત જીવ સત્ત્વ સુખાવહ– દૃષ્ટિવાદમાં સર્વ બેઇન્દ્રિયાદિ રૂપ પ્રાણી, વનસ્પતિરૂપ ભૂત, પંચેન્દ્રિય રૂપ જીવ અને પૃથ્યાદિ રૂપ સત્ત્વના સુખનું પ્રતિપાદન હોવાથી તે સર્વ જીવ સુખાવહ કહેવાય છે.
૩૫૪
દસ પ્રકારના શસ્ત્રઃ
८५ दसविहे सत्थे पण्णत्ते, तं जहा
सत्थमग्गी विसं लोणं, सिणेहो खारमंबिलं ।
दुप्पउत्तोमो વાયા, काओ भावो य अविरई ॥१॥
ભાવાર્થ :- શસ્ત્રના દશ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) અગ્નિ શસ્ત્ર (૨) વિષ શસ્ત્ર (૩) લવણ શસ્ત્ર (૪) સ્નેહ શસ્ત્ર (૫) ક્ષાર શસ્ત્ર (૬) અમ્લ શસ્ત્ર (૭) દુષ્પ્રયુક્ત મન (૮) દુષ્પ્રયુક્ત વચન (૯) દુષ્પ્રયુક્ત કાય (૧૦) અવિરતિ ભાવ.
વિવેચન :
જીવઘાત અથવા હિંસાના સાધનને શસ્ત્ર કહે છે. તેના બે પ્રકાર છે– દ્રવ્યશસ્ત્ર અને ભાવ શસ્ત્ર. સૂત્રોક્ત દસ પ્રકારના શસ્ત્રોમાંથી પ્રથમના છ દ્રવ્ય શસ્ત્ર છે અને છેલ્લા ચાર ભાવ શસ્ત્ર છે. અગ્નિ આદિથી દ્રવ્ય-હિંસા થાય છે અને દુષ્પ્રયુક્ત મન આદિથી ભાવહિંસા થાય છે. લવણ, ક્ષાર, અમ્લ આદિ વસ્તુના સંબંધથી સચિત્ત વનસ્પતિ અચિત્ત થઈ જાય છે. તે જ રીતે સ્નેહ-તેલ,ઘી આદિથી સચિત્ત વસ્તુ અચિત્ત થઈ જાય છે. તેથી લવણાદિને શસ્ત્ર કહ્યા છે. ભાવશસ્ત્ર આત્મગુણોની ઘાત કરનારા છે. વાદ સંબંધી દોષો :
८६ दसविहे दोसे पण्णत्ते, तं जहा
तज्जायदोसे मतिभंगदोसे, पसत्थारदोसे परिहरणदोसे | સત્તવવળ-વારણ-હેડોલે, સંજામાં પિળહ-વત્થવોશે ||