________________
સ્થાન- ૧૦
| ૩૫૩ |
(૨).
(૪).
(૫)
વિગત મિશ્રવચન- વિગત એટલે મરણ. મરણના વિષયમાં મિશ્ર વચન બોલવા. જેમ કે કોઈ નગરમાં દસથી વધુ વ્યક્તિ મૃત્યુ પામી હોય છતાં દશ વ્યક્તિ મૃત્યુ પામી છે, તેમ કહેવું તે
વિગત મિશ્રવચન છે. (૩) ઉત્પન્નવિગત મિશ્રવચન- ઉત્પન્ન અને મરણ સંબંધી મિશ્ર વચન કહેવા, જેમ- કોઈ નગરમાં
દસથી વધુ વ્યક્તિ જન્મી હોય અને દસથી વધુ વ્યક્તિ મૃત્યુ પામી હોય છતાં દશ બાળકો જભ્યા અને દશ વૃદ્ધો મર્યા છે, તેમ બોલવું. જીવમિશ્રવચન- જીવ વિષયક મિશ્રવચન કહેવા, જેમાં વધુ જીવો જીવિત હોય અને થોડા મરેલા હોય તેવા કૃમિના ઢગલા જીવરાશી કહેવી. અજીવમિશ્રવચન– અજીવ વિષયક મિશ્રવચન કહેવા, જેમાં વધુ જીવો મરેલા હોય અને થોડા
જીવિત હોય તેવા ઢગલાને અજીવરાશિ કહેવી. (૬). જીવઅજીવમિશ્ર વચન- જીવ અને અજીવ વિષયક મિશ્ર વચન કહેવા. જીવિત અને મૃત કૃમિની
રાશિની નિશ્ચિત્ત સંખ્યા કહેવી કે આટલા કૃમિ જીવે છે, આટલા મરેલા છે પણ તેનાથી ઓછા-વધુ હોઈ શકે છે, તેથી તે મિશ્ર વચન છે. અનંતમિશ્રવચન- અનંત વિષયક મિશ્ર વચન. પત્રાદિ સંયુક્ત કંદાદિ વનસ્પતિ માટે 'આ અનંતકાય છે એમ કહેવું. પત્રાદિમાં અનંત જીવો હોતા નથી, તેથી તે મિશ્રવચન છે. પરિતમિશ્રવચન-પરિત જીવ વિષયક મિશ્ર વચન કહેવા, જેમ કોઈ પ્રત્યેક વનસ્પતિની રાશિમાં
અનંતકાય અલ્પ સંખ્યામાં સંયુક્ત હોય, તો પણ તેના માટે પરિતનો વ્યવહાર કરવો. (૯) અદ્વામિશ્રવચન- અદ્ધા અર્થાત્ કાલ-વિષયક સત્યાસત્ય બોલવું. જેમ સૂર્યાસ્તના સમયે કોઈ
પાસે ઝડપથી કામ કરાવવા કહે કે ઉતાવળ કરો રાત પડી ગઈ છે, તેમ કહે તો તે અદ્વામિશ્રવચન છે. (૧૦) અદ્ધાઅદ્વામિશ્રવચન- દિવસ અથવા રાતરૂપ કાળના વિભાગને અદ્ધાઅદ્ધા કહે છે, તે સંબંધી
મિશ્રવચન. જેમ પ્રથમ પ્રહર પૂર્ણ થવામાં હોય ત્યારે પ્રયોજન વશ કાર્યની શીઘ્રતા માટે કહે 'મધ્યાહ્ન થઈ ગયો છે, તો તે અદ્ધાઅદ્વામિશ્રવચન છે.
દષ્ટિવાદના દસ નામો:८४ दिट्ठिवायस्स णं दस णामधेज्जा पण्णत्ता, तं जहा- दिट्ठिवाए इ वा, हेउवाए इवा, भूयवाए इवा, तच्चावाए इवा, सम्मावाए इवा, धम्मावाए इवा, भासाविजए इवा, पुव्वगए इवा, अणुयोगए इवा, सव्वपाणभूय-जीवसत्तसुहावहे ૬ વા ભાવાર્થ :- દષ્ટિવાદ નામના ૧૨મા અંગના ૧૦ નામ છે, તે આ પ્રમાણે છે– (૧) દષ્ટિવાદ– અનેક