________________
૩૫૨ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૨
(૧૦) ઔપચ્ચ સત્ય- સમાન ધર્મના આધારે વસ્તુને ઉપમા આપવામાં આવે, જેમ ચંદ્ર અને મુખમાં
સૌમ્યતા રૂપ સમાન ધર્મના આધારે મુખને ચંદ્રની ઉપમા આપીને ચંદ્રમુખી કહેવું, તે ઉપમા સત્ય છે.
અસત્ય ભાષાના પ્રકાર:८२ दसविहे मोसे पण्णत्ते, तं जहा
कोहे माणे माया लोभे, पिज्जे तहेव दोसे य ।
हास भए अक्खाइय, उवघाय णिस्सिए दसमे ॥१॥ ભાવાર્થ :- મૃષા (અસત્ય) વચનના દશ પ્રકાર છે, તે આ પ્રમાણે છે
(૧) ક્રોધ નિશ્ચિત મૃષા- ક્રોધના નિમિત્તે અસત્ય બોલવું. (૨) માન નિશ્રિત મૃષા-માનના નિમિત્તે અસત્ય બોલવું. (૩) માયા નિશ્ચિત મૃષા- માયાના નિમિત્તે અસત્ય બોલવું. (૪) લોભ નિશ્રિત મૃષાલોભના નિમિત્તે અસત્ય બોલવું. (૫) પ્રેયો નિશ્ચિત મૃષા- રાગના નિમિત્તે અસત્ય બોલવું. (૬) દ્વેષ નિશ્રિત મૃષા- દ્વેષના નિમિત્તે અસત્ય બોલવું. (૭) હાસ્ય નિશ્ચિત મૃષા- હાસ્યના નિમિત્તે અસત્ય બોલવું. (૮) ભય નિશ્ચિત મૃષા- ભયના નિમિત્તે અસત્ય બોલવું. (૯) આખ્યાયિકા નિશ્રિત મૃષા- કોઈ પ્રસંગના વર્ણન સમયે અતિશયોક્તિ ભરી અસત્ય વાતો કરવી. (૧૦) ઉપઘાત નિશ્રિત અષા- પ્રાણી વધનો આશ્રય લઈ અસત્ય બોલવું. બીજાને પીડા ઉપજાવે તેવા સત્ય વચનો પણ અસત્ય કહેવાય છે, જેમ કે કાણાને કાણો કહેવો. |८३ दसविहे सच्चामोसे पण्णत्ते, तं जहा- उप्पण्णमीसए, विगयमीसए, उप्पण्ण-विगयमीसए, जीवमीसए, अजीवमीसए,जीवाजीवमीसए,अणंतमीसए, परित्तमीसए, अद्धामीसए, अद्धद्धामीसए । ભાવાર્થ:- સત્યમષા(મિશ્ર) વચનના દશ પ્રકાર છે, તે આ પ્રમાણે છે- (૧) જન્મ સંબંધી મિશ્ર વચન (૨) મરણ સંબંધી મિશ્ર વચન (૩) જન્મ-મરણ સંબંધી મિશ્ર વચન (૪) જીવ સંબંધી મિશ્ર વચન (૫) અજીવ સંબંધી મિશ્ર વચન (૬) જીવાજીવ સંબંધી મિશ્ર વચન (૭) અનંત સંબંધી મિશ્ર વચન (૮) પરિત્ત સંબંધી મિશ્ર વચન (૯) કાલ સંબંધી મિશ્ર વચન (૧૦) દિવસ રાત કોઈ કાલના વિભાગ સંબંધી મિશ્ર વચન.
વિવેચન :
(૧) ઉત્પન્નમિશ્રવચન- ઉત્પત્તિના વિષયમાં મિશ્ર વચન બોલવા. જેમ કોઈ ગામમાં દશ બાળકોથી
વધુ બાળકોનો જન્મ થયો હોય છતાં દશ બાળકોનો જન્મ થયો છે, તેમ કહેવું. જન્મેલા બાળકોની સંખ્યામાં ન્યૂનાધિકતા સંભવે છે. તેથી તે ઉત્પન્ન મિશ્ર વચન છે.