________________
સ્થાન- ૧૦.
૩૪૯.
ભાવાર્થ :- ઉપઘાત (દોષ અથવા અશુદ્ધિ)ના ૧૦ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) ઉગમ દોષઉગમના સોળ દોષથી ચારિત્ર દૂષિત બને છે. (૨) ઉત્પાદના દોષ– ઉત્પાદનના સોળ દોષથી ચારિત્ર દૂષિત બને છે. (૩) એષણા દોષ- એષણાના દસ દોષથી ચારિત્ર દૂષિત બને છે. (૪) પરિકર્મ દોષ- વસ્ત્ર, પાત્ર આદિને સંસ્કારિત કરવાથી ચારિત્ર દૂષિત બને છે. (૫) પરિહરણ દોષ- અકલ્પનીય ઉપકરણોના ઉપભોગથી ચારિત્ર દૂષિત બને છે. (૬) જ્ઞાન ઉપઘાત– પ્રમાદ આદિથી જ્ઞાન દૂષિત થાય છે. (૭) દર્શન ઉપઘાત– શંકા આદિથી દર્શનનો ઉપઘાત થાય છે. (૮) ચારિત્ર ઉપઘાત– સમિતિઓનું યથાવિધિ પાલન ન કરવાથી ચારિત્ર દૂષિત બને છે. (૯) અપ્રીતિકોપઘાત- ગુરુ આદિ પ્રત્યે પૂજ્યભાવ ન રાખવાથી અને તેની વિનય ભક્તિ ન કરવાથી ચારિત્ર દૂષિત બને છે. (૧૦) સંરક્ષણ ઉપઘાત- શરીર, ઉપધિ આદિમાં મૂચ્છ રાખવાથી ચારિત્ર દૂષિત બને છે. |७७ दसविहा विसोही पण्णत्ता, तं जहा- उग्गमविसोही, उप्पायणविसोही, एसणाविसोही, परिकम्मविसोही, परिहरणविसोही, णाणविसोही, दसणविसोही, चरित्तविसोही, अचियत्तविसोही, सारक्खणविसोही।
ભાવાર્થ:- વિશોધિના દશ પ્રકાર છે, તે આ પ્રમાણે છે
(૧) ઉદ્ગમ વિદ્ધિ- ઉદ્દગમ સંબંધી દોષોથી રહિત ગવેષણા તે ઉગમ વિશુદ્ધિ. (૨) ઉત્પાદન વિશુદ્ધિ- ઉત્પાદન સંબંધી દોષોથી રહિત ગવેષણા તે ઉત્પાદન વિશુદ્ધિ. (૩) એષણા વિશુદ્ધિ- એષણા સંબંધી દોષોથી રહિત ગવેષણા તે એષણા વિશુદ્ધિ. (૪) પરિકર્મ વિશુદ્ધિ- વસ્ત્ર, પાત્રાદિને આવશ્યકતા વિના સંસ્કારિત, પરિમાર્જિતન કરવા તે પરિકર્મવિશુદ્ધિ. (૫) પરિહરણ વિશુદ્ધિ-અકલ્પનીય ઉપકરણોનો ઉપભોગ ન કરવો તે પરિહરણ વિશુદ્ધિ. (૬) જ્ઞાન વિશુદ્ધિ- જ્ઞાનનો સ્વાધ્યાય તથા વિધિપૂર્વક અભ્યાસ કરવાથી થતી જ્ઞાનારાધના તે જ્ઞાન વિશુદ્ધિ. (૭) દર્શન વિશુદ્ધિ- સમ્યગ્દર્શનની નિરતિચાર આરાધના કરવી તે દર્શન વિદ્ધિ. (૮) ચારિત્ર વિશદ્ધિ- ચારિત્રની નિર્દોષ આરાધના કરવી તે ચારિત્ર વિશુદ્ધિ. (૯) અપ્રીતિ વિશુદ્ધિ- વિનય ભક્તિપૂર્વક ગુર્નાદિકની સેવા કરવી તે અપ્રીતિ વિશુદ્ધિ. (૧૦) સંરક્ષણ વિશુદ્ધિસંયમના સાધનભૂત ઉપકરણોને મૂર્છા રહિત રાખવા તે સંરક્ષણ વિશુદ્ધિ છે. સંકલેશતા-અસંલેશતા :
७८ दसविहे संकिलेसे पण्णत्ते, तं जहा- उवहिसंकिलेसे, उवस्सयसंकिलेसे, कसायसंकिले से, भत्तपाणसंकिलेसे, मणसंकिले से, वइसंकिले से, कायसंकिलेसे, णाणसंकिलेसे, दंसणसंकिलेसे, चरित्तसंकिलेसे । ભાવાર્થ - સંકલેશ(અસમાધિ)ના દશ પ્રકાર છે, તે આ પ્રમાણે છે
(૧) વસ્ત્ર, પાત્રાદિ ઉપધિની અપ્રાપ્તિ વગેરેથી થતો સંકલેશ (૨) ઉપાશ્રય નિમિત્તે થતો સંકલેશ