________________
૩૫૦ |
શ્રી ઠાણાગ સૂત્ર-૨
(૩) ક્રોધાદિ નિમિત્તે થતો સંકલેશ (૪) આહારાદિ નિમિત્તે થતો સંકલેશ (૫) મનના ઉદ્વેગથી થતો સંકલેશ (5) વચનના નિમિત્તથી થતો સંકલેશ (૭) શરીર નિમિતે થતો સંકલેશ (૮) જ્ઞાનની અશુદ્ધિ આદિથી થતો સંકલેશ (૯) દર્શન સંકલેશ- દર્શનની અશુદ્ધિ આદિથી થતો સંકલેશ (૧૦) ચારિત્ર સંકલેશ- ચારિત્રની અશુદ્ધિ આદિથી થતો સંકલેશ. |७९ दसविहे असंकिलेसे पण्णत्ते, तं जहा- उवहि असंकिलेसे जाव चरित्तअसंकिलेसे ।
ભાવાર્થ :- અસંક્લેશ(નિર્મળભાવ)ના દશ પ્રકાર છે, તે આ પ્રમાણે છે
ઉપધિ અસંક્લેશ(ઉપધિ નિમિતે સંક્લેશ રહિતતા)થી ચારિત્રની નિર્મળતા સુધીના દસ બોલ જાણવા.
વિવેચન :
જિ - સંક્લેશ. અસમાધિ, ચિત્તની મલિનતા, અશુદ્ધિ, અરતિ અને રાગ-દ્વેષની તીવ્ર પરિણતિ વગેરે તેના અનેક અર્થ છે. જ્ઞાનાદિની નિર્મળતાને અસંક્લેશ કહે છે. સૂત્રકારે સંક્લેશ અને અસંક્લેશના દશ-દશ નિમિત્ત કારણનું કથન કર્યું છે. શેષ કથન સૂત્રાર્થથી સ્પષ્ટ છે. સ્થાન-૩, ઉદ્દે.-૪, સૂત્ર-૯માં જ્ઞાનાદિ ત્રણ સંક્લેશ અને ત્રણ અસંક્લેશનું કથન છે.
દસ પ્રકારના બળ:
८० दसविहे बले पण्णत्ते, तं जहा- सोइंदियबले जाव फासिंदियबले, णाणबले, सणबले, चरित्तबले, तवबले, वीरियबले । ભાવાર્થ - બળ (શબ્દાદિ વિષય ગ્રહણ સામથ્થ)ના દશ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) શ્રોત્રેન્દ્રિય બળ (૨) ચક્ષુરિન્દ્રિય બળ (૩) ઘ્રાણેન્દ્રિય બળ (૪) જિહેન્દ્રિય બળ (૫) સ્પર્શેન્દ્રિય બળ (૬) જ્ઞાન બળ - જ્ઞાનથી સ્પષ્ટ સમજણને કારણે ઉચ્ચ આત્મિકદશાનું સામર્થ્ય (૭) દર્શનબળ-શ્રદ્ધાનું સામર્થ્ય (૮) ચારિત્ર બળ (સાંસારિક આસકિતને ત્યાગી આત્માનંદની અનુભૂતિરૂપ ચારિત્રનું સામર્થ્ય) (૯) તપોબળ (તપ સામર્થ્ય) (૧૦) વીર્યબળ. આત્મશક્તિનું સામર્થ્ય.
સત્ય ભાષાના પ્રકાર :८१ दसविहे सच्चे पण्णत्ते, तं जहा- ।
जणवय सम्मय ठवणा, णामे रूवे पडुच्चसच्चे य । ववहार भाव जोगे, दसमे ओवम्मसच्चे य ॥१॥