________________
[ ૩૪૮ ]
શ્રી ઠાણાગ સત્ર-૨
७४ एएसि णं दसविहाणं भवणवासीणं देवाणं दस चेइयरुक्खा पण्णत्ता, ત નહીં
आसोत्थ सत्तिवण्णे, सामलि उंबर सिरीस दहिवण्णे ।
वंजुल पलास वग्घा, तए य कणियाररुक्खे ॥१॥ ભાવાર્થ - આ દશ પ્રકારના ભવનવાસી દેવોના ક્રમશઃ દશ ચૈત્યવૃક્ષ છે, તે આ પ્રમાણે છે
(૧) અશ્વત્થ (પીપળો) (૨) સપ્તપર્ણ(સાત પાનવાળું) વૃક્ષ (૩) શાલ્મલી (સેલ)વૃક્ષ (૪) ઉદુમ્બરા(ઉમરાનું) વૃક્ષ (૫) શિરીષ વૃક્ષ (૬) દધિપર્ણ વૃક્ષ (૭) વંજુલ(અશોક) વૃક્ષ (૮) પલાશ (ખાખરાનું)વૃક્ષ (૯) વ્યાઘ(લાલ એરંડ) વૃક્ષ (૧૦) કણેરનું વૃક્ષ(કર્ણિકારનું વૃક્ષ). વિવેચન :
વથ - આ વાયુકુમારદેવના ચૈત્યવૃક્ષનું નામ છે. તેના માટે અનેક પાઠાંતર મળે છે જેમ કે–વણ, વણા, વખો વખે તે, વણે ઇત્યાદિ. વ્યાખ્યાકારોએ તેનો અર્થ જણાવ્યો નથી પરંતુ પાસ૬મહUણવું (કોષ)માં વ્યાધ્ર શબ્દના બે અર્થ છે– (૧) લાલ એરંડ વૃક્ષ અને (૨) કરંજનું વૃક્ષ. તેથી વાયા શબ્દ ઉપયુક્ત લાગે છે. વિશ્વભારતી લાડનૂના ‘કાગ' માં પણ ટિપ્પણ સાથે મૂલપાઠમાં વણા શબ્દ સ્વીકાર્યો છે.
દસ પ્રકારના સુખ:७५ दसविहे सोक्खे पण्णत्ते, तं जहा
आरोग्ग दीहमाउं, अड्ढेज्ज काम भोग संतोसे ।
अत्थि सुहभोग णिक्खम्ममेव तत्तो अणवाहे ॥१॥ ભાવાર્થ - સુખના દશ પ્રકાર છે, તે આ પ્રમાણે છે
(૧) આરોગ્ય (૨) દીર્ઘ આયુષ્ય (૩) ધન સંપન્નતા (૪) કામ- શબ્દ, રૂપનું સુખ (૫) ભોગગંધ, રસ, સ્પર્શનું સુખ (૬) સંતોષ-નિર્લોભતા, અલ્પઇચ્છા (૭) અસ્તિ- જ્યારે જે વસ્તુની જરૂરિયાત હોય ત્યારે તેની પૂર્તિ થઈ જવી (૮) શુભ ભોગ- સુંદર રમ્ય ભોગોની પ્રાપ્તિ (૯) નિષ્ક્રમણ–પ્રવ્રજિત થવાનો યોગ મળવો (૧૦) અનાબાધ અવ્યાબાધ સુખ, જન્મ-મૃત્યુ આદિથી રહિત એવું મુક્તિનું સુખ. ઉપઘાત અને વિશોધિઃ
७६ दसविहे उवघाए पण्णत्ते, तं जहा- उग्गमोवघाए, उप्पायणोवघाए एसणोवघाए, परिकम्मोवघाए, परिहरणोवघाए, णाणोवघाए, दसणोवघाए, चरित्तो- वघाए, अचियत्तोवघाए, सारक्खणोवघाए ।