________________
સ્થાન- ૧૦
૩૪૭
ભાવાર્થ :- પંદરમા તીર્થંકર ધર્મનાથ સ્વામી દશ લાખ વર્ષનું સંપૂર્ણ આયુષ્ય ભોગવી સિદ્ધ, બુદ્ધ, મુક્ત, અંતકૃત, પરિનિવૃત્ત અને સમસ્ત દુઃખોથી રહિત થયા. |६९ णमी णं अरहा दस वाससहस्साई सव्वाउयं पालइत्ता सिद्ध बुद्धे मुत्ते अंतगडे परिणिव्वुडे सव्वदुक्खप्पहीणे । ભાવાર્થ:- એકવીસમા તીર્થંકર અહંત નમિનાથ દશ હજાર વર્ષનું સંપૂર્ણ આયુષ્ય ભોગવી સિદ્ધ, બુદ્ધ, મુક્ત, અંતકૃત, પરિનિવૃત અને સમસ્ત દુઃખોથી રહિત થયા. |७० पुरिससीहे णं वासुदेवे दस वाससयसहस्साई सव्वाउयं पालइत्ता छट्ठीए तमाए पुढवीए णेरइयत्ताए उववण्णे । ભાવાર્થ:- પુરુષસિંહ નામના પાંચમા વાસુદેવ દશ લાખ વર્ષનું સંપૂર્ણ આયુષ્ય ભોગવી ‘તમા’ નામની છઠ્ઠી પૃથ્વીમાં નારકીપણે ઉત્પન્ન થયા.
७१ णेमी णं अरहा दस धणूई उड्डे उच्चत्तेणं, दस य वाससयाई सव्वाउयं पालइत्ता सिद्धे बुद्धे मुत्ते अंतगडे परिणिव्वुडे सव्वदुक्खप्पहीणे । ભાવાર્થ :- બાવીસમા તીર્થકર શ્રી અરિષ્ટનેમિના શરીરની ઊંચાઈ દશ ધનુષની હતી. તેઓ દસ સો (એક હજાર) વર્ષનું સંપૂર્ણ આયુષ્ય ભોગવી સિદ્ધ, બુદ્ધ, મુક્ત, અંતકૃત, પરિનિવૃત અને સર્વ દુઃખોથી રહિત થયા.
७२ कण्हे णं वासुदेवे दस धणूई उड्ढे उच्चत्तेणं, दस य वाससयाइं सव्वाउयं पालइत्ता तच्चाए वालुयप्पभाए पुढवीए णेरइयत्ताए उववण्णे । ભાવાર્થ :- વાસુદેવ કૃષ્ણના શરીરની ઊંચાઈ દશ ધનુષની હતી. તે દશ સો (૧૦૦૦) વર્ષનું સંપૂર્ણ આયુષ્ય ભોગવી વાલુકાપ્રભા નામની ત્રીજી પૃથ્વીમાં નારક રૂપે ઉત્પન્ન થયા. ભવનવાસી દેવો અને તેના ચૈત્યવૃક્ષ :७३ दसविहा भवणवासी देवा पण्णत्ता, तं जहा- असुरकुमारा जाव थणियकुमारा। ભાવાર્થ :- ભવનવાસી દેવના ૧૦ પ્રકાર છે, તે આ પ્રમાણે છે
(૧) અસુરકુમાર (૨) નાગકુમાર (૩) સુવર્ણકુમાર (૪) વિધુતકુમાર (૫) અગ્નિકુમાર (૬) દ્વીપકુમાર (૭) ઉદધિકુમાર (૮) દિશાકુમાર (૯) વાયુકુમાર (૧૦) સ્વનિતકુમાર.