________________
૩૪૬
શ્રી ઠાણાગ સૂત્ર-૨
આવી જાય, પછી સ્મરણ થાય તો તેના માટે વિવેક પ્રાયશ્ચિત્ત છે. (૫) દુઃસ્વપ્ન, દુચિંતા, મહાટવી, મહાનદી પાર કરવા વગેરે પ્રવૃત્તિઓમાં થતી વિરાધના માટે વ્યુત્સર્ગ પ્રાયશ્ચિત્ત છે. (૬) જાણી જોઈને થતા પ્રમાદ માટે તપ પ્રાયશ્ચિત્ત છે. (૭) વારંવાર થતા પ્રમાદ માટે છેદ પ્રાયશ્ચિત્ત છે. (૮)મહાપરાધ માટે મુલ પ્રાયશ્ચિત્ત છે. (૯) આચાર્યાદિ સાથે વિરોધી વર્તન માટે અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત છે. (૧૦) સમ્યકત્વની વિરાધના માટે પારાંચિત પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે.
પ્રાયશ્ચિત્ત તે એક પ્રકારની ચિકિત્સા છે. ચિકિત્સા રોગીને કષ્ટ આપવા નહીં પણ રોગ નિવારણ માટે હોય છે. તે જ રીતે પ્રાયશ્ચિત્ત પણ આલોચના કરનારના રાગાદિ અપરાધના(દોષના) ઉપશમન માટે હોય છે.
મિથ્યાત્વના દશ પ્રકાર :|६६ दसविहे मिच्छत्ते पण्णत्ते,तं जहा- अधम्मे धम्मसण्णा, धम्मे अधम्मसण्णा, उम्मग्गे मग्गसण्णा, मग्गे उम्मग्गसण्णा, अजीवेसु जीवसण्णा, जीवेसु अजीवसण्णा, असाहुसु साहुसण्णा, साहुसु असाहुसण्णा, अमुत्तेसु मुत्तसण्णा, मुत्तेसु अमुत्त-सण्णा । ભાવાર્થ - મિથ્યાત્વના દશ પ્રકાર છે, તે આ પ્રમાણે છે
(૧) અધર્મને ધર્મ માનવો (૨) ધર્મ અધર્મ માનવો (૩) ઉન્માર્ગને સન્માર્ગ માનવો (૪) સન્માર્ગને ઉન્માર્ગ માનવો (૫) અજીવને જીવ માનવા (૬) જીવને અજીવ માનવા (૭) કુસાધુને સાધુ માનવા (૮) સાધુને કુસાધુ માનવા (૯) અમુક્તને મુક્ત માનવા (૧૦) મુક્તને અમુક્ત માનવા. વિવેચન :
વિપરીત માન્યતાને મિથ્યાત્વ કહે છે. પ્રસ્તુતમાં દશ પ્રકારની વિપરીત માન્યતાને દશ પ્રકારના મિથ્યાત્વ કહ્યા છે. અન્યત્ર મિથ્યાત્વના પાંચ અને પચ્ચીસ ભેદ પ્રાપ્ત થાય છે. તીર્થકર, વાસુદેવ આયુષ્ય આદિઃ६७ चंदप्पभे णं अरहा दस पुव्वसयसहस्साई सव्वाउयं पालइत्ता सिद्धे बुद्धे मुत्ते अंतगडे परिणिव्वुडे सव्वदुक्खप्पहीणे । ભાવાર્થ:- આઠમા તીર્થંકર ચંદ્રપ્રભ સ્વામી દશ લાખ પૂર્વ વર્ષનું સંપૂર્ણ આયુષ્ય ભોગવી સિદ્ધ, બુદ્ધ, મુક્ત, અંતકૃત, પરિનિવૃત્ત અને સમસ્ત દુઃખોથી રહિત થયા. |६८ धम्मे णं अरहा दस वाससयसहस्साइं सव्वाउयं पालइत्ता सिद्ध बुद्ध मुत्ते अंतगडे परिणिव्वुडे सव्वदुक्खप्पहीणे ।