________________
સ્થાન-૧૦
૩૩૭
| ४३ सव्वे वि णं रतिकरपव्वया दस जोयणसयाई उड्डुं उच्चत्तेणं दसगाउयसयाई उव्वेहेणं, सव्वत्थ समा झल्लरिसंठिया, दस जोयणसहस्साइं विक्खंभेणं पण्णत्ता । ભાવાર્થ:- સર્વ રતિકર પર્વત ૧,૦૦૦ યોજન ઉપર ઊંચા, ૧,૦૦૦ ગાઉ ઊંડા, સર્વત્ર સમાન, ઝાલરના આકારવાળા અને ૧૦,૦૦૦ યોજન પહોળા છે.
४४ रुयगवरे णं पव्वए दस जोयणसयाइं उव्वेहेणं, मूले दस जोयणसहस्साइं विक्खंभेणं उवरिं दस जोयणसयाइं विक्खंभेणं पण्णत्ते । एवं कुंडलवरे वि ।
ભાવાર્થ :- રુચકવર પર્વત ૧,૦૦૦ યોજન ઊંડા, મૂળમાં ૧૦,૦૦૦ યોજન પહોળા અને ઉપર ૧,૦૦૦ યોજન પહોળા છે. તે જ રીતે કુંડલવર પર્વત પણ રુચકવર પર્વતની સમાન પ્રમાણવાળો છે. વિવેચન :
આઠમા નંદીશ્વર દ્વીપમાં ચારે દિશાઓમાં એક-એક અંજન પર્વત છે. તે શ્યામ વર્ણના છે. તે પ્રત્યેક અંજન પર્વતની ચારે દિશાઓમાં એક-એક પુષ્કરિણી છે. આ રીતે ચાર અંજન પર્વતની ચારે દિશાઓમાં સોળ પુષ્કરિણીઓ છે. તે પ્રત્યેક પુષ્કરિણીમાં એક-એક દધિમુખપર્વત છે. આ રીતે ૧૬ દધિમુખ
પર્વત છે.
નંદીશ્વર પર્વતની ચારે વિદિશાઓમાં એક-એક રતિકર પર્વત છે. રુચક નામના પંદરમા દ્વીપમાં રુચકવર પર્વત છે.
કુંડલવર નામના તેરમા દ્વીપમાં કુંડલવર પર્વત છે. તે બંને પર્વતો વલયાકારે ગોળ છે. દ્રવ્યાનુયોગના પ્રકાર :
४५ दसविहे दवियाणुओगे पण्णत्ते, तं जहा- दवियाणुओगे माउयाणुओगे, ક્રિયાળુઓને, બાળુઓને, અપિતળખિ, ભાવિમાવિ, ગાહિરાવાહિને, સાસયાલાલÇ, તફળાને, અતહખાને ।
ભાવાર્થ :- દ્રવ્યાનુયોગના દશ પ્રકાર છે, તે આ પ્રમાણે—
(૧) દ્રવ્યાનુયોગ (૨) માતૃકાનુયોગ (૩) એકાર્થિકાનુયોગ (૪) કરણાનુયોગ (૫) અર્પિતાનપિતાનુયોગ (૬) ભાવિતાભાવિતાનુયોગ (૭) બાહ્યાબાહ્યાનુયોગ (૮) શાશ્વતાશાશ્વતાનુયોગ (૯) તથાજ્ઞાનાનુયોગ (૧૦) અતથાજ્ઞાનાનુયોગ.
વિવેચન :
શ્રી ભગવાને જે અર્થનું પ્રતિપાદન કર્યું છે, તેને અનુરૂપ ગણધરો કથન કરે, તેને અનુયોગ કહે છે.