________________
૩૩
શ્રી ઠાણાંગ સૂત્ર–૨
પહોળા પલ્યના આકારે સંસ્થિત અને દસ સો(હજાર) યોજન પહોળા છે.
વિવેચન :
હેમવય, હેરણ્યવય, હરિવર્ષ અને રમ્યવર્ષ ક્ષેત્રની મધ્યમાં વૃત્ત વૈતાઢય પર્વતો છે, તે પર્વત તે તે ક્ષેત્રના બે બે વિભાગ કરે છે. તેનો આકાર પલ્યના આકારે ગોળ અને ઉપર-નીચે સર્વત્ર સમાન છે.
જંબુદ્વીપના ક્ષેત્રો
३९ जंबुद्दीवे दीवे दस खेत्ता पण्णत्ता, तं जहा - भरहे, एरवए, हेमवए, हेरण्णवए હરિવાસે, રમ્યાવાલે, પુવિવેહે, અવવિવેહે, તેવધુરા, ગુત્તરડા | ભાવાર્થ :- જંબુદ્રીપ નામના દ્વીપમાં ૧૦ ક્ષેત્ર છે, તે
આ પ્રમાણે છે—
--
(૧) ભરત ક્ષેત્ર (૨) ઐરવત ક્ષેત્ર (૩) હેમવત ક્ષેત્ર (૪) હેરણ્યવત ક્ષેત્ર (૫) હરિવર્ષ ક્ષેત્ર (૬) રમ્યવર્ષ ક્ષેત્ર (૭) પૂર્વ વિદેહ ક્ષેત્ર (૮) અપર વિદેહ ક્ષેત્ર (૯) દેવકુરુ ક્ષેત્ર (૧૦) ઉત્તરકુરુ ક્ષેત્ર. વિવેચન :
જંબુદ્રીપમાં ભરત, ઐરવત અને મહાવિદેહ ક્ષેત્ર, તે કર્મભૂમિના ક્ષેત્ર છે અને શેષ છ અકર્મભૂમિના ક્ષેત્ર છે. આ રીતે નવ ક્ષેત્ર છે તેમાંથી મહાવિદેહ ક્ષેત્રના પૂર્વ મહાવિદેહ અને પશ્ચિમ મહાવિદેહ તેમ બે ભેદ વિવક્ષિત કરીને અહીં દસમા સ્થાનમાં દશ ક્ષેત્ર કહ્યા છે.
મધ્યલોકના કેટલાક પર્વતોનું માપ ઃ
४० माणुसुत्तरे णं पव्वए मूले दस बावीसे जोयणसए विक्खंभेणं पण्णत्ते ।
ભાવાર્થ :- માનુષોત્તર પર્વત મૂળમાં ૧૦રર યોજન પહોળો છે.
४१ सव्वेवि णं अंजण पव्वया दस जोयणसयाइं उव्वेहेणं, मूले दस जोयणसहस्साइं विक्खंभेणं, उवरिं दस जोयणसयाइं विक्खंभेणं पण्णत्ता ।
ભાવાર્થ - સર્વ અંજન પર્વત ૧,૦૦૦ યોજન ઊંડા, મૂળ ભાગમાં ૧૦,૦૦૦ યોજન પહોળા અને ઉપર ૧,૦૦૦ યોજન પહોળા છે.
| ४२ सव्वेवि णं दहिमुहपव्वया दस जोयणसयाइं उव्वेहेणं, सव्वत्थ समा पल्लग- संठिया, दस जोयणसहस्साइं विक्खंभेणं पण्णत्ता ।
ભાવાર્થ :- સર્વ દધિમુખ પર્વત ભૂમિમાં ૧,૦૦૦ યોજન ઊંડા, સર્વત્ર સમાન, પલ્યના આકારે સંસ્થિત અને ૧૦,૦૦૦ યોજન પહોળા છે.