________________
સ્થાન- ૧૦
[૩૩૫]
વિવેચન :
જંબૂદ્વીપની ચારે દિશાઓમાં લવણ સમુદ્રમાં ૯૫,૦૦૦ (પંચાણુ હજાર) યોજન અંદર જતાં મોટા કુંભના આકારે ચાર મહાપાતાળ કળશો છે અને તે મહાપાતાળ કળશોના ચારે આંતરામાં કુલ ૭૮૮૪ નાના પાતાળકળશો છે. મહાપાતાળકળશો અને લઘુપાતાળ કળશોનું માપ ભાવાર્થથી સ્પષ્ટ છે. તેની પહોળાઈ, ઊંડાઈ વગેરેનું માપ દશની સંખ્યાથી સંબંધિત હોવાથી સૂત્રકારે દશમા સ્થાનમાં તેનું કથન કર્યું છે.
તે પાતાળકળશોમાં નીચેના ત્રિભાગમાં વાયુ, મધ્યત્રિભાગમાં વાયુ અને પાણી અને ઉપરના ત્રિભાગમાં પાણી હોય છે. તેમાં રહેલા વાયુના દબાણથી લવણ સમુદ્રનું પાણી ઉપર ઉછળે છે અને ભરતી ઓટ આવે છે.
ધાતકીખંડ આદિના મેરુનું માપ:३६ धायइसंडगा णं मंदरा दसजोयणसयाई उव्वेहेणं, धरणीतले देसूणाई दस जोयणसहस्साई विक्खंभेणं उवरिं दस जोयणसयाई विक्खंभेणं पण्णत्ता । ભાવાર્થ :- ધાતકીખંડના(બંને) મંદર-મેરુ પર્વતો ભૂમિમાં એક હજાર યોજન ઊંડા, ભૂમિતલ ઉપર કંઈક ન્યૂન ૧૦ હજાર યોજન પહોળા અને ઉપર એક હજાર યોજન પહોળા છે. ३७ पुक्खरवरदीवड्डगा णं मंदरा दस जोयणसयाइं उव्वेहेणं, एवं चेव । ભાવાર્થ :- પુષ્કરવર દ્વીપના(બને) મંદર-મેરુ પર્વતો આ જ રીતે ભૂમિમાં એક હજાર યોજન ઊંડા, ભૂમિતલ ઉપર કંઈક ન્યૂન ૧૦ હજાર યોજન પહોળા અને ઉપર એક હજાર યોજન પહોળા છે. વિવેચન :
જંબુદ્વીપનો મેરુપર્વત એક લાખ યોજન છે. ધાતકીખંડ અને પુષ્કરાદ્ધ દ્વીપના બે-બે મેરુપર્વતની ઊંચાઈ એક લાખ યોજનની નથી. પરંતુ ૯૯000 યોજનની છે. તેથી સૂત્રકારે ધાતકીખંડ અને પુષ્પરાદ્ધ દ્વીપના મેરુપર્વતની ઊંચાઈનું કથન કર્યું નથી. પરંતુ પહોળાઈ અને ઊંડાઈ દશ સંખ્યાથી સંબંધિત છે. તે ભાવાર્થથી સ્પષ્ટ છે. વૃત્ત વૈતાઢય પર્વતઃ|३८ सव्वेविणं वट्टवेयड्डपव्वया दस जोयणसयाई उड्डे उच्चत्तेणं, दस गाउयसयाई उव्वेहेणं, सव्वत्थ समा पल्लगसंठिया, दस जोयणसयाई विक्खंभेणं पण्णत्ता । ભાવાર્થ – સર્વ વૃત્ત વૈતાઢય પર્વત એક હજાર યોજન ઊંચા, એક હજાર ગાઉ ઊંડા, સર્વત્ર સમાન