________________
૩૩૪
શ્રી ઠાણાંગ સૂત્ર–૨
વિવેચન :
મોતિસ્થવિધિ :- ગોતીર્થ વિરહિત. તળાવ આદિમાં ગાયોને ઉતરવાની ભૂમિને ગોતીર્થ કહે છે. આ ભૂમિ ઢાળવાળી હોય છે, તે સમુદ્રમાં ઊંડી-ઊંડી ઉતરતી જાય છે. લવણ સમુદ્રમાં બંને કિનારાની જમીન ૯૫-૯૫ હજાર યોજન સુધી ગોતીર્થાકાર છે. તેની વચ્ચે દસ હજાર યોજન સુધીની તલભૂમિ ગોતીર્થ રહિત, સમતલ છે.
-
વામાત્તે :– ઉદકમાલ, પાણીની ભરતી. તે સમુદ્રના મધ્યભાગમાં હોય છે. તેની પહોળાઈ દસ હજાર યોજન અને ઊંચાઈ સોળ હજાર યોજનની છે.
પાતાળ કળશ :
३४ सव्वेवि णं महापायाला दसदसाइं जोयणसहस्साइं उव्वेहेणं पण्णत्ता, मूले दस जोयणसहस्साइं विक्खंभेणं पण्णत्ता, बहुमज्झदेसभागे एगपएसियाए सेढीए दसदसाइं जोयणसहस्साइं विक्खंभेणं पण्णत्ता, उवरिं मुहमूले दस जोयणसहस्साइं विक्खंभेणं पण्णत्ता । तेसि णं महापायालाणं कुड्डा सव्ववइरामया सव्वत्थ समा दस जोयणसयाइं बाहल्लेणं पण्णत्ता ।
ભાવાર્થ :- બધા(ચારે ય) મહાપાતાળો(પાતાળ કળશો) દસ, દસ હજાર(એક લાખ) યોજન ઊંડા છે. મૂળ ભાગમાં દશ હજાર યોજન પહોળા છે. બહુ મધ્યભાગમાં એક પ્રદેશી શ્રેણીમાં દસ, દસ હજાર (એક લાખ) યોજન પહોળા છે અને ઉપર મુખ પાસે તે દશ હજાર યોજન પહોળા છે.
તે
તે પાતાળ કળશોની દિવાલો વગેરે સર્વ વજ્રમય છે. તેની જાડાઈ સર્વત્ર એક હજાર યોજનની છે.
| ३५ सव्वेवि णं खुड्डा पायाला दस जोयणसयाइं उव्वेहेणं पण्णत्ता, मूले दसदसाइं जोयणाइं विक्खमेणं पण्णत्ता, बहुमज्झदेसभागे एगपएसियाए सेढीए दस जोयणसयाइं विक्खंभेणं पण्णत्ता, उवरिं मुहमूले दसदसाइं जोयणाई विक्खंभेणं पण्णत्ता । तेसि णं खुड्डापायालाणं कुड्डा सव्ववइरामया सव्वत्थ समा दस जोयणाइं बाहल्लेणं पण्णत्ता ।
ભાવાર્થ :- બધા નાના પાતાળ કળશો દશ સો(એક હજાર) યોજન ઊંડા છે. મૂળભાગમાં દસ દશક (સો) યોજન પહોળા છે. બહુ મધ્ય દેશ ભાગમાં એક પ્રદેશી શ્રેણીમાં તે દસ સો (એક હજાર) યોજન પહોળા છે. ઉપર મુખ પાસે સો યોજન પહોળા છે. તે નાના પાતાળ કળશોની દિવાલો સર્વ વજ્રમય છે, તેની જાડાઈ સર્વત્ર દશ યોજનની છે.