________________
સ્થાન- ૧૦
૩૩૩]
इंदा अग्गेइ जम्मा य, णेरइ वारुणी य वायव्वा ।
सोमा ईसाणी वि य, विमला य तमा य बोद्धव्वा ॥१॥ ભાવાર્થ:- આ દિશાઓના દશ નામ છે, તે આ પ્રમાણે છે– (૧) ઐન્દ્રી (૨) આગ્નેયી (૩) યામ્યા (૪) નૈઋતી (૫) વારુણી (૬) વાયવ્યા (૭) સોમા (૮) ઈશાની (૯) વિમલા (૧૦) તમા.
વિવેચન :
મેરુપર્વતના મધ્યભાગમાં આઠ રુચક પ્રદેશ છે. જે રત્નપ્રભા પૃથ્વીના ઉપરના અને તેની નીચેના બે પ્રતરમાં ગોસ્તનાકારે છે. અર્થાત્ ઉપર ચાર પ્રદેશ અને તેની નીચે ચાર પ્રદેશ ગોઠવાયેલા છે. તે રુચક પ્રદેશમાંથી દશે દિશાનો પ્રારંભ થાય છે.
ચાર દિશા ઉપર નીચે ગોઠવાયેલા આઠ રુચકમાંથી બે-બે પ્રદેશથી દિશાનો પ્રારંભ થાય અને ત્યાર પછી નિરંતર બે-બે પ્રદેશની વૃદ્ધિ સાથે વિસ્તૃત થતી જાય છે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ તે ચાર દિશા છે.
ચાર વિદિશા– બે દિશાની વચ્ચે એક પ્રદેશી વિદિશા છે. ચાર દિશાની વચ્ચે ક્રમશઃ ચાર વિદિશાઓ છે. તે પ્રારંભથી અંત સુધી એક પ્રદેશ છે. ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય તે ચાર વિદિશાઓ, ઈશાન કોણ વગેરે નામથી પણ ઓળખાય છે.
ઊર્ધ્વ અને અધોદિશા- ઉપરના પ્રતરના ચાર પ્રદેશથી ઉપરની તરફ જતી દિશા ઊર્ધ્વ દિશા અને નીચેના પ્રતરના ચાર પ્રદેશથી નીચેની તરફ જતી દિશા અધોદિશા છે. તે પ્રારંભથી અંત સુધી ચાર પ્રદેશી જ હોય છે. [આકૃતિ માટે જુઓ– ગુરુ પ્રાણ બત્રીસીનું ભગવતી સૂત્ર ભા-૨, પેજ-૮.]
દિશા અને વિદિશાઓના નામ તેના અધિષ્ઠાયક દેવોથી સંબંધિત છે. યથા- પૂર્વદિશાના અધિષ્ઠાયકદેવ ઇન્દ્ર હોવાથી તેનું નામ ઐન્દ્રીદિશા છે. આ રીતે પ્રત્યેકમાં સમજવું. ઊર્ધ્વદિશા પ્રકાશ સ્વરૂપ હોવાથી તેનું નામ વિમલા અને અધોદિશા અંધકાર સ્વરૂપ હોવાથી તેનું નામ તમા છે. આ રીતે દશે દિશાઓના ગુણનિષ્પન્ન નામ છે.
લવણ સમુદ્રઃ|३२ लवणस्स णं समुद्दस्स दस जोयणसहस्साइं गोतित्थविरहिए खेत्ते पण्णत्ते । ભાવાર્થ - લવણ સમુદ્રનું ગોતીર્થ રહિત, સમતલક્ષેત્ર દશ હજાર યોજનાનું છે. ३३ लवणस्स णं समुद्दस्स दस जोयणसहस्साइं उदगमाले पण्णत्ते । ભાવાર્થ - લવણ સમુદ્રની ઉદકમાલા(ભરતી) દશ હજાર યોજન પહોળી છે.