________________
૩૩૮ ]
શ્રી ઠાણાંગ સૂત્ર-૨ |
અનુયોગનો બીજો અર્થ વ્યાખ્યા છે.વ્યાખ્યય વસ્તુના આધારે અનુયોગના ચાર પ્રકાર છે. તેમાં દ્રવ્યાનુયોગના દશ પ્રકાર છે. (૧) દ્રવ્યાનુયોગ:- જે સત્ હોય, જે ઉત્પાદ, વ્યય, ધ્રિવ્ય યુક્ત હોય અને ગુણ પર્યાય યુક્ત હોય તે દ્રવ્ય છે. જીવમાં સદાકાળ અસ્તિત્વ ધરાવે છે તે સત્ છે, દ્રવ્યની અપેક્ષાએ ધ્રુવ છે પર્યાયઅવસ્થાની અપેક્ષાએ ઉત્પાદ-વ્યય યુક્ત છે તથા જ્ઞાન, દર્શનાદિ સહભાવી ધર્મરૂપ ગુણ અને મનુષ્ય, તિર્યંચ આદિ ક્રમભાવી ધર્મરૂપ પર્યાય હોય છે, તેથી તે દ્રવ્ય છે. (૨) માતૃકાનુયોગ – શબ્દોના મૌલિક અક્ષરોની ઉત્પત્તિ, અક્ષરોની વિચારણા તે માતૃકાનુયોગ છે. ગ્રંથોમાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યને માતૃકા પદ કહે છે. તેના આધારે દ્રવ્યની વિચારણા થાય છે. (૩) એકાર્થિકાનુયોગ – એકા®વાચી કે પર્યાયવાચી શબ્દોની વ્યાખ્યા. જેમ કે સત્ત્વ, ભૂત, પ્રાણી, જીવ વગેરે એક અર્થના વાચક છે. (૪) કરણાનયોગ :- સાધનોની વ્યાખ્યા. કોઈ દ્રવ્યની નિષ્પત્તિમાં પ્રયુક્ત સાધનોનો વિચાર. જેમ કે ઘટની નિષ્પત્તિમાં માટી, કુંભાર, ચક્ર આદિ સાધનરૂપ છે. જીવની ક્રિયાઓમાં કાલ, સ્વભાવ, નિયતિ આદિ નિમિત્ત રૂપ છે. (૫) અર્પિતાનર્પિતાનયોગ :- મુખ્ય અથવા પ્રધાન ધર્મની વિચારણાને અર્પિત અને ગૌણ અથવા અપ્રધાન ધર્મની વિચારણાને અનર્પિત કહે છે. આ અનુયોગમાં સર્વ દ્રવ્યના ગુણ-પર્યાયોનું વિવેચન મુખ્ય અને ગૌણની વિવક્ષાથી થાય છે. (૬) ભાવિતાભાવિતાનુયોગ :- દ્રવ્યાંતરથી (અન્ય દ્રવ્યથી) પ્રભાવિત, અપ્રભાવિત થવાનો વિચાર કરવો તે. જેમ કે સારા-માઠા વાતાવરણથી પ્રભાવિત થાય, તેના સંસર્ગથી ગુણદોષ આવે તે ભાવિત અવસ્થા. સારા માઠા સંસર્ગથી ભાવિત ન થાય તેને અભાવિત કહે છે. (૭) બાહાબાહ્યાનયોગઃ- એક દ્રવ્યથી બીજા દ્રવ્યની સાથે ભિન્નતા અને અભિન્નતા(અબાહ્ય)નો વિચાર કરવો, બાહ્ય એટલે વિસદેશ-ભિન્ન અને અબાલ એટલે અભિન. (૮) શાશ્વતાશાથતાનુયોગ :- દ્રવ્યની શાશ્વતતા, અશાશ્વતતાનો વિચાર કરવો. જેમ કે જીવ દ્રવ્ય શાશ્વત છે, મનુષ્ય આદિ પર્યાયો અશાશ્વત છે. (૯) તથાણાનાનુયોગ:- જે વસ્તુ જેવી હોય, તેવું જ તેનું જ્ઞાન થાય; તે દ્રવ્યાર્થથી વિચારણા. (૧૦) અતથાજ્ઞાનાનુયોગ – દ્રવ્ય સંબંધી અયથાર્થ વિચારણા. મિથ્યાત્વી દ્વારા પ્રરૂપિત દ્રવ્યોના સ્વરૂપનું વર્ણન કરવું. ઉત્પાત પર્વતઃ४६ चमरस्स णं असुरिंदस्स असुरकुमाररण्णो तिगिछिकूडे उप्पायपव्वए