________________
૩૩૦ |
શ્રી ઠાણાગ સૂત્ર-૨
સુખ વિયોગ અને દુઃખ સંયોગની અપેક્ષાએ દસ પ્રકારના અસંયમનું કથન છે.
સ્થાન-૪, ઉદ્દે-૪, સ્થાન-૬, સૂત્ર-૭૪,૭૫, સ્થાન-૮, સૂત્ર-૩૬,૩૭ અને આ સ્થાન-૧૦, સૂત્ર-૨૨,૨૩માં ક્રમશઃ બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય જીવની ઘાતજન્ય અસંયમનું અને ઘાતના ત્યાગજન્ય સંયમનું કથન છે.
સૂક્ષ્મના દશ પ્રકાર:२४ दस सुहुमा पण्णत्ता,तं जहा- पाणसुहुमे, पणगसुहुमे, बीयसुहुमे, हरियसुहुमे, पुप्फसुहुमे, अंडसुहुमे, लेणसुहुमे, सिणेहसुहुमे, गणियसुहुमे, भंगसुहुमे । ભાવાર્થ :- સૂક્ષ્મના દશ પ્રકાર છે, તે આ પ્રમાણે છે
(૧) પ્રાણ સૂક્ષ્મ- કુંથુ વગેરે સૂક્ષ્મ પ્રાણી (૨) પનક સૂક્ષ્મ- લીલફૂગ આદિ (૩) બીજ સૂક્ષ્મખસખસ, સરસવ, રાઈ વગેરેના બીજ (૪) હરિત સૂક્ષ્મ- અંકુરા વગેરે, બીજમાંથી કોંટો ફૂટે તે. (૫) પુષ્પ સૂક્ષ્મ- વડ આદિના પુષ્પ (૬) અંડ સૂક્ષ્મ- કીડી આદિના ઈંડા (૭) લયન સૂક્ષ્મ- કીડીના દર વગેરે (૮) સ્નેહ સૂક્ષ્મ- ઓસ-ઝાકળ વગેરે (૯) ગણિત સૂક્ષ્મ- સૂક્ષ્મ બુદ્ધિગમ્ય ગણિત (૧૦) ભંગ સૂક્ષ્મ- સૂક્ષ્મ બુદ્ધિગમ્ય વિકલ્પ, ભંગજાળ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં દશ પ્રકારના સૂક્ષ્મનું કથન છે. સ્થાન-૮, સૂત્ર-૩૮માં આઠ સૂક્ષ્મ જીવોનું કથન છે. અહીં ગણિતસૂક્ષ્મ અને ભંગ સૂક્ષ્મ સહિત દશ પ્રકારના સૂક્ષ્મનું કથન છે. ગણિત સૂથમ - જે ગણિત સૂક્ષ્મ બુદ્ધિથી જ સમજી શકાય તેને ગણિત સૂક્ષ્મ કહે છે. ભંગ સૂક્ષ્મ – ભંગ-વિકલ્પો, વિવિધ વિકલ્પો-ભંગજાળ પણ સૂક્ષ્મ બુદ્ધિથી જ સમજી શકાય છે. તેથી તેને ભંગ સૂક્ષ્મ કહે છે.
આ રીતે ગણિત અને ભંગનો વિષય સૂક્ષ્મ બુદ્ધિગમ્ય હોવાથી સૂત્રકારે તેની ગણના સૂક્ષ્મના પ્રકારમાં કરીને દેશની સંખ્યા પૂર્ણ કરી છે.
જંબૂઢીપની મહાનદી - २५ जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणेणं गंगा-सिंधु-महाणईओ दस માણો સમન્વતિ, તં નહીં- નડા, સરળ, ગાવી, વોલી, મહી, સત૬, वितत्था, विभासा, एरावती, चंदभागा ।