________________
સ્થાન- ૧૦
[ ૩૨૯ ]
२१ दसविहे ओरालिए असज्झाइए पण्णत्ते, तं जहा- अट्ठि, मंसे, सोणिए, असुइसामंते, सुसाणसामंते, चंदोवराए, सूरोवराए, पडणे, रायवुग्गहे, उवस्सयस्स अंतो ओरालिए सरीरगे । ભાવાર્થ :- ઔદારિક સંબંધી અસ્વાધ્યાયના દશ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) અસ્થિ (૨) માંસ (૩) લોહી (૪) અશુચિ નજીક હોય (૫) સ્મશાન નજીક હોય (૬) ચંદ્રગ્રહણ હોય (૭) સૂર્ય ગ્રહણ હોય (૮) મુખ્ય વ્યક્તિ, રાજાદિનું મૃત્યુ થયું હોય (૯) યુદ્ધ ચાલુ હોય, (૧૦) ઉપાશ્રયની અંદર સો હાથ જેટલા અંતરે ઔદારિક શરીરનું કલેવર પડ્યું હોય, તો સ્વાધ્યાયનો નિષેધ છે. આરંભ-અનારંભજનિત અસંયમ સંયમ - | २२ पंचिंदिया णं जीवा असमारभमाणस्स दसविहे संजमे कज्जइ, तं जहासोयामयाओ सोक्खाओ अववरोवेत्ता भवइ । सोयामएणं दुक्खेणं असंजोगेत्ता भवइ जाव फासामएणं दुक्खेण असजोगेत्ता भवइ । ભાવાર્થ :- પંચેન્દ્રિય જીવોની ઘાત ન કરનારાને દશ પ્રકારનો સંયમ થાય છે, તે આ પ્રમાણે છેશ્રોત્રેન્દ્રિય સંબંધી સુખનો વિયોગ નહીં કરવાથી, શ્રોત્રેન્દ્રિય સંબંધી દુઃખનો સંયોગ નહીં કરવાથી થાવત્ સ્પર્શેન્દ્રિય સંબંધી દુઃખનો સંયોગ નહીં કરવાથી. २३ पंचिंदिया णं जीवा समारभमाणस्स दसविहे असंजमे कज्जइ, तं जहासोयामयाओ सोक्खाओ ववरोवेत्ता भवइ । सोयामएणं दुक्खेणं संजोगेत्ता भवइ जाव फासामएणं दुक्खेणं संजोगेत्ता भवइ । ભાવાર્થ :- પંચેન્દ્રિય જીવોની ઘાત કરનારાને દસ પ્રકારનો અસંયમ થાય છે, તે આ પ્રમાણે છેશ્રોત્રેન્દ્રિય સંબંધી સુખનો વિયોગ કરવાથી, શ્રોત્રેન્દ્રિય સંબંધી દુઃખનો સંયોગ કરવાથી યાવત્ સ્પર્શેન્દ્રિય સંબંધી દુઃખનો સંયોગ કરવાથી. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પંચેન્દ્રિય જીવની હિંસાથી થતાં અસંયમનો અને હિંસાના ત્યાગથી થતાં સંયમનો નિર્દેશ છે. પંચેન્દ્રિય જીવની ઘાતથી તેના પાંચ ઇન્દ્રિયના સુખનો નાશ થાય છે અને દુઃખનો સંયોગ થાય છે, તેની ઘાત ન કરવાથી તેના પાંચ ઇન્દ્રિયજનિત સુખનો વિયોગ થતો નથી અને દુઃખનો સંયોગ થતો નથી. આ રીતે તેને ક્રમશઃ દશ પ્રકારે અસંયમ અને સંયમ થાય છે.
સ્થાન-૫, ઉ.-૨, સૂત્ર-૪૦, ૪૧માં પંચેન્દ્રિય જીવોના સંયમ-અસંયમના કથનમાં સામાન્ય રૂપે પાંચ ઇન્દ્રિયોનું ગ્રહણ કરી, પાંચ પ્રકારના સંયમ-અસંયમનું કથન છે. જ્યારે આ સૂત્રમાં પાંચ ઇન્દ્રિયજન્ય