________________
૩૨૮ |
શ્રી ઠાણાગ સૂત્ર-૨
પરિણામ (૩) સંસ્થાના પરિણામ (૪) ભેદ પરિણામ (૫) વર્ણ પરિણામ (૬) રસ પરિણામ (૭) ગંધ પરિણામ (૮) સ્પર્શ પરિણામ (૯) અગુરુલઘુ પરિણામ (૧૦) શબ્દ પરિણામ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અજીવ પરિણામ રૂપે પુદ્ગલની વિવિધ પર્યાયો-અવસ્થાઓનું કથન છે.
(૧) બંધન પરિણામ– સ્નિગ્ધતા, રૂક્ષતા આદિ ગુણના કારણે બે પુગલોનો પરસ્પર બંધ થાય, તે બંધન પરિણામ છે. (૨) ગતિ પરિણામ- પુદ્ગલો સ્થાનાંતરિત થાય, તે ગતિ પરિણામ છે. (૩) સંસ્થાન પરિણામ– પુદ્ગલ દ્રવ્યોમાં ગોળ, ચોરસ આદિ નિયત અથવા અનિયત આકાર થાય, તે સંસ્થાન પરિણામ છે. (૪) ભેદ પરિણામ પુદ્ગલ દ્રવ્યમાં ખંડ, પ્રતર, ચૂર્ણ આદિ રૂપે ભેદ થાય, તે ભેદ પરિણામ છે. (૫) વર્ણ પરિણામ-કૃષ્ણ, નીલ આદિ પાંચ વર્ણ પરિણામ છે. () ગંધ પરિણામસુરભિ અને દુરભિ તે બે ગંધ પરિણામ છે. (૭) રસ પરિણામ- તિક્ત આદિ પાંચ રસ પરિણામ છે. (૮) સ્પર્શ પરિણામ- કર્કશ આદિ આઠ સ્પર્શ પરિણામ છે. (૯) અગુરુ લઘુ પરિણામ– પુલ દ્રવ્યમાં કર્કશ આદિ સ્પર્શ હોય છે. તેમાંથી જે પુદ્ગલ દ્રવ્યમાં શીત-ઉષ્ણ, સ્નિગ્ધ-રૂક્ષ તે ચાર મૂળભૂત સ્પર્શ હોય તે પુદ્ગલ અત્યંત સૂક્ષ્મ હોય છે અને તે ચક્ષુ ગ્રાહ્ય નથી. તેનું પરિણમન અગુરુલઘુ કહેવાય છે. આઠ પુલ વર્ગણામાંથી શ્વાસોચ્છવાસ, ભાષા, મન અને કાર્મણ વર્ગણાના પુલો ચઉસ્પર્શી છે અને તે અગુરુલઘુ છે. શેષ ચાર વર્ગણાના પુલો આઠ સ્પર્શી અને ગુરુલઘુ છે. (૧૦) શબ્દ પરિણામપુલોના પરસ્પર અથડાવાથી કે તેનું છેદન-ભેદન થવાથી વિવિધ પ્રકારનો ધ્વનિ નીકળે, તેને પુગલોના શબ્દ પરિણામ કહે છે.
ઉપરોક્ત દશ પ્રકારના પરિણામમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ પુદ્ગલના ગુણ છે અને શેષ છ પરિણામ તેના કાર્ય છે. આકાશીય અને ઔદારિક અસ્વાધ્યાય - २० दसविहे अंतलिक्खए असज्झाइए पण्णत्ते, तं जहा- उक्कावाए, दिसिदाहे, गज्जिए, विज्जुए, णिग्घाए, जुवए, जक्खालित्ते, धूमिया, महिया रयुग्घाए । ભાવાર્થ :- આકાશ સંબંધી અસ્વાધ્યાયકાલના દશ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) ઉલ્કાપાતવીજળી પડે અથવા તારો ખરે તો અસઝાય (૨) દિગ્દાહ– દિશા બળતી દેખાય (૩) ગર્જન- મેઘ ગર્જના (૪) વિધુત- વીજળી થતી હોય (૫) નિર્ધાત- વાદળા હોય કે ન હોય પરંતુ આકાશમાં વ્યંતર આદિ કૃત ઘોર ગર્જના અથવા વજપાત થાય (૬) યૂપક- સંધ્યાની પ્રભા અને ચંદ્રની પ્રભા એક સાથે મળે અર્થાત્ સુદ એકમ, બીજનો ચંદ્ર સંધ્યા સમયે ઉદિત થાય છે; તેથી બંનેની આભા મિશ્રિત થાય તે સમય (૭) યક્ષદીપ્ત- યક્ષાદિ દ્વારા કોઈ એક દિશામાં વિજળી જેવો પ્રકાશ દેખાય, (૮) ધૂમિકા– ધૂમ્મસ વગેરે પડે (૯) મહિકા- કરા પડે (૧૦) રજોદ્યાત- ધૂળની ડમરીઓ ચડે અને આકાશ ધૂળથી વ્યાપ્ત થઈ જાય ત્યારે સ્વાધ્યાયનો નિષેધ છે.