________________
સ્થાન- ૧૦
૩૨૭ |
પ્રકાર છે. (૨) ઈન્દ્રિય પરિણામ- જીવને સ્પર્શેન્દ્રિય આદિ ઇન્દ્રિયોની પ્રાપ્તિ થવી, તેને ઇન્દ્રિય પરિણામ કહે છે. તેના પાંચ પ્રકાર છે. (૩) કષાય પરિણામ- જીવના અધ્યવસાયમાં ક્રોધ, અભિમાનાદિ ભાવો થવા, તે કષાય પરિણામ છે. તેના ચાર પ્રકાર છે. (૪) લેશ્યા પરિણામ- કષાય અને યોગ સહિતની શુભાશુભ પરિણતિ, તે વેશ્યા પરિણામ છે. તેના છ
પ્રકાર છે.
(૫) યોગ પરિણામ- મન, વચન અને કાયયોગ દ્વારા જીવની પ્રવૃત્તિ થવી, તે યોગ પરિણામ છે. તેના ત્રણ પ્રકાર છે. () ઉપયોગ પરિણામ- આત્માનું જ્ઞાન, દર્શન આદિ આત્મગુણો સાથે અનુસંધાન થવું, તે ઉપયોગ પરિણામ છે. તેના બે પ્રકાર છે.
(૭) જ્ઞાન પરિણામ- વસ્તુ તત્ત્વોના સમ્યગુ બોધરૂપ આત્મ પરિણામ, તે જ્ઞાન પરિણામ છે. તેના પાંચ પ્રકાર છે.
(૮) દર્શન પરિણામ-વસ્તુ તત્ત્વોની સમ્ય-શ્રદ્ધારૂપ આત્મ પરિણામ, તે દર્શન પરિણામ છે. તેના ત્રણ પ્રકાર છે. (૯) ચારિત્ર પરિણામ- અઢાર પાપોના ત્યાગરૂપ પ્રવૃત્તિને અને સામાયિકાદિ ચારિત્રાચારના પાલનમાં પ્રવૃત્તિરૂપ આત્મપરિણામ, તે ચારિત્ર પરિણામ છે. તેના પાંચ પ્રકાર છે. (૧૦) વેદ પરિણામ- સ્ત્રી આદિ સાથે રમણ કરવાની અભિલાષા રૂપ આત્મ પરિણામ, તે વેદ પરિણામ છે. તેના ત્રણ પ્રકાર છે.
ઉપરોકત દશ પરિણામોમાં ગતિપરિણામ, ઇન્દ્રિય પરિણામ અને યોગ પરિણામ જીવની અવસ્થા રૂ૫ છે અને શેષ સાત પરિણામ જીવના શુભાશુભ અધ્યવસાય રૂપ છે.
અજીવ પરિણામ :|१९ दसविहे अजीवपरिणामे पण्णत्ते, तं जहा- बंधणपरिणामे, गइपरिणामे, संठाणपरिणामे, भेयपरिणामे, वण्णपरिणामे रसपरिणामे, गंधपरिणामे, फासपरिणामे, अगुरुलहुपरिणामे, सद्दपरिणामे । ભાવાર્થ :- અજીવ પરિણામના દશ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) બંધન પરિણામ (૨) ગતિ