________________
[ ૩૨૬ |
શ્રી ઠાણાગ સૂત્ર-૨
વિવેચન :
સ્થાન-૫, ઉદ્દે.-૧, સૂત્ર-૨૪, ૨૫માં શ્રમણો માટે પ્રશસ્ત અને અનુમત, ક્ષમા આદિ દશ બોલનું કથન બે સૂત્ર દ્વારા કર્યું છે. અહીં તે જ દશ બોલનું કથન શ્રમણ ધર્મરૂપે કર્યું છે. તેનું વિવેચન સ્થાન પાંચ પ્રમાણે જાણવું. વૈચાવૃત્ય - १७ दसविहे वेयावच्चे पण्णत्ते,तं जहा-आयरियवेयावच्चे, उवज्झायवेयावच्चे, थेरवेयावच्चे तवस्सिवेयावच्चे, गिलाणवेयावच्चे, सेहवेयावच्चे, कुलवेयावच्चे, गणवेयावच्चे, संघवेयावच्चे, साहम्मियवेयावच्चे । ભાવાર્થ - વૈયાવૃત્ય-સેવાના દશ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) આચાર્યની સેવા (૨) ઉપાધ્યાયની સેવા (૩) સ્થવિરની સેવા (૪) તપસ્વીની સેવા (૫) ગ્લાનની સેવા (૬) શૈક્ષની સેવા (૭) કુલની સેવા (૮) ગણની સેવા (૯) સંઘની સેવા (૧૦) સાધર્મિકની સેવા.
વિવેચન :
વૈયાવચ્ચ આત્યંતર તપ છે. અગ્લાનભાવે સેવા કરનાર વ્યક્તિ અનંતકર્મોની નિર્જરા કરે છે. સ્થાન-૫, ઉદ્દે.-૧, સૂત્ર-૩૪, ૩૫; તે બે સૂત્રો દ્વારા મહાનિર્જરાના સ્થાન રૂ૫ ૧૦ પ્રકારની વૈયાવચ્ચનું કથન છે. અહીં દશમું સ્થાન હોવાથી એક જ સૂત્રમાં દશ પ્રકારની વૈયાવચ્ચનું કથન છે. જીવ પરિણામ - १८ दसविहे जीवपरिणामे पण्णत्ते, तं जहा- गइपरिणामे, इंदियपरिणामे, कसायपरिणामे, लेसापरिणामे, जोगपरिणामे, उवओगपरिणामे, णाणपरिणामे, दसण- परिणामे, चरित्तपरिणामे, वेयपरिणामे । ભાવાર્થ :- જીવ પરિણામના દશ પ્રકાર છે, તે આ પ્રમાણે છે- (૧) ગતિ પરિણામ (૨) ઇન્દ્રિય પરિણામ (૩) કષાય પરિણામ (૪) લેશ્યા પરિણામ (૫) યોગ પરિણામ (૬) ઉપયોગ પરિણામ (૭) જ્ઞાન પરિણામ (૮) દર્શન પરિણામ (૯) ચારિત્ર પરિણામ (૧૦) વેદ પરિણામ.
વિવેચન :
પરિણામ :- જીવની અવસ્થાઓને તેમજ અધ્યવસાયને પ્રસ્તુત સૂત્રમાં જીવ દ્રવ્યના દશ પ્રકારના પરિણામ કહ્યા છે. (૧) ગતિ પરિણામ-જીવનું નારકાદિ ચાર ગતિ રૂપે પરિણત થવું, તેને ગતિ પરિણામ કહે છે. તેના ચાર