________________
સ્થાન-૧૦
૩૨૫
१४ दसविहा असमाही पण्णत्ता, तं जहा- पाणाइवाए जाव परिग्गहे, इरिया असमिई जाव उच्चार- पासवण खेल-सिंघाण- जल्ल-पारिट्ठावणिया- असमिइ ।
ભાવાર્થ :- અસમાધિના દશ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) પ્રાણાતિપાત અવિરમણ (૨) મૃષાવાદ અવિરમણ (૩) અદત્તાદાન અવિરમણ (૪) મૈથુન અવિરમણ (૫) પરિગ્રહ અવિરમણ (૬) ઈર્યા અસિમિત (૭) ભાષા અસમિતિ (૮) એષણા અસમિતિ (૯) આદાન ભંડ પાત્રાદિ નિક્ષેપ અસિમિત (૧૦) ઉચ્ચાર પ્રસવણ શ્લેષ્મ સિંઘાણ જલ્લ પરિષ્ઠાપના અસમિતિ.
વિવેચન :
સમાદી :- સમતા, રાગ-દ્વેષનો અભાવ, કર્મ અનાશ્રવ, આત્મશાંતિ, ચિત્ત સમાધિને સમાધિ કહે છે. પાંચવ્રત, પાંચ સમિતિ, આ દસના પાલનથી ચિત્ત સમાધિ અને આત્મ સમાધિની પ્રાપ્તિ થાય છે. તેનાથી વિપરીત હિંસાદિથી અને અસમિતિથી આત્માને અસમાધિની અને ચિત્તને અશાંતિની પ્રાપ્તિ થાય છે.
પ્રવ્રજ્યા ઃ
१५ दसविहा पव्वज्जा पण्णत्ता, તેં નાછવા, રોસા, પરિપ્પા, સુવિખા पडिस्सुया सारणिया, रोगिणिया, अणाढिया, देवसण्णत्ती वच्छाणुबंधिया । ભાવાર્થ :- (૧) છંદા– પોતાની કે અન્યની ઇચ્છાથી દીક્ષા લેવી. (૨) રોસા– ક્રોધથી દીક્ષા લેવી. (૩) પરિજીÍ– દરિદ્રતાના કારણે ક્ષુધાથી પીડિત બની, દીક્ષા લેવી. (૪) સ્વપ્ના— સ્વપ્નમાં થતા સંકેતથી કે વિશિષ્ટ સ્વપ્નના કારણે દીક્ષા લેવી. (૫) પ્રતિશ્રુતા- પ્રતિજ્ઞાપૂર્વક દીક્ષા લેવી. (૬) સ્મારણિકા– પૂર્વભવના સ્મરણ કે જાતિસ્મરણના કારણે દીક્ષા લેવી. (૭) રોગણિકા– રોગના કારણે સંસારથી વિરક્ત બની દીક્ષા લેવી. (૮) અનાદતા– અનાદર, તિરસ્કૃત બની દીક્ષા લેવી. (૯) દેવસંશપ્તિ— દેવ દ્વારા પ્રતિબોધિત થઈ દીક્ષા લેવી. (૧૦) વત્સાનુબંધી– પુત્ર સ્નેહથી પુત્ર માટે પુત્ર સાથે દીક્ષા લેવી.(આ દશ પ્રકારની દીક્ષાને ટીકાકારે સદષ્ટાંત સમજાવી છે, તેના માટે જુઓ પરિશિષ્ટ.) શ્રમણ ધર્મ:
૨૬. વસવિષે સમથમે પળત્તે, તેં નહીં- હતી, મુત્તી, અન્નવે, મદ્યું, તાવે, સબ્વે, નમે, તવે, ક્રિયા, વમત્તેરવાસે |
ભાવાર્થ :- શ્રમણધર્મના દસ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) ક્ષમા-શાંતિ (૨) નિર્લોભતા (૩) આર્જવ-સરળતા (૪) માર્દવ-મૃદુતા (૫) લાઘવ-લઘુતા (૬) સત્ય (૭) સંયમ (૮) તપ (૯) ત્યાગ (સાંભોગિકને ભોજન આદિ દેવા) (૧૦) બ્રહ્મચર્યવાસ (બ્રહ્મચર્યપૂર્વક ગુરુપાસે રહેવું).