________________
૩૨૪ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૨
સોય અને દર્ભની અણી ઉપર રહી શકે તેટલી અલ્પ પ્રમાણ વસ્તુને પણ યત્નાપૂર્વક લેવા-મૂકવાને સૂચીકુશાગ્ર સંવર કહે છે.
અહં આધારિત મદ પ્રકાર :|१२ दसहिं ठाणेहिं अहमंतीइ थंभिज्जा, तं जहा- जाइमएण वा, कुलमएण वा जावइस्सरियमएण वा, णागसुवण्णा वा मे अतिय हव्वमागच्छति, पुरिसधम्माओ वा मे उत्तरिए आहोहिए णाणदसणे समुप्पण्णे । ભાવાર્થ – દશ કારણે પુરુષ પોતાને હું જ સર્વથી શ્રેષ્ઠ છું એમ માનીને ઘમંડી બને છે અર્થાત્ અભિમાન કરે છે, તે આ પ્રમાણે છે
(૧) જાતિ મદથી (૨) કુળ મદથી (૩) બળ મદથી (૪) રૂપ મદથી (૫) તપ મદથી (૬) શાસ્ત્રજ્ઞાનના મદથી (૭) લાભ મદથી (૮) ઐશ્વર્ય મદથી (૯) મારી પાસે નાગકુમાર, સુવર્ણ કુમાર વગેરે દેવો હું ઇચ્છું ત્યારે તુરંત આવે છે, આ પ્રકારના લબ્ધિના મદથી (૧૦) મને સામાન્ય જનની અપેક્ષાએ વિશિષ્ટ અવધિજ્ઞાન અને અવધિદર્શન થયું છે, તેવા મદથી.
વિવેચન :
અહમંતી : અહમ્ + અન્ત, અહમ્ = હું, અન્ત = ચરમ કોટિનો શ્રેષ્ઠ છું, જાતિ આદિની અપેક્ષાએ હું સર્વ શ્રેષ્ઠ છું. તેમ માની જીવ ઘમંડી(અભિમાની) બની જાય છે. સ્થાન-૮, સૂત્ર-૨૪માં આઠ મદના સ્થાન કહ્યા છે. તેને અહીં 'અહમન્તી'ના સ્થાન કહ્યા છે. અહીં પૂર્વોક્ત આઠ મદ અને અંતિમ બે લબ્ધિમદ અને વિશિષ્ટ જ્ઞાનના મદ સહિત અભિમાનના દશ સ્થાનનું કથન છે. બંનેના ભાવ સમાન છે.
સમાધિ-અસમાધિ સ્થાન :|१३ दसविहा समाही पण्णत्ता,तं जहा- पाणाइवायवेरमणे, मुसावायवेरमणे, अदिण्णादाणवेरमणे, मेहुणवेरमणे, परिग्गहवेरमणे, इरियासमिई, भासासमिई, एसणासमिई, आयाण-भंडमत्त-णिक्खेवणासमिई, उच्चार-पासवण-खेलसिंघाण-जल्ल-पारिट्ठावणिया समिई । ભાવાર્થ :- સમાધિના દશ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) પ્રાણાતિપાત વિરમણ (૨) મૃષાવાદ વિરમણ (૩) અદત્તાદાન વિરમણ (૪) મૈથુન વિરમણ (૫) પરિગ્રહ વિરમણ (૬) ઈર્ષા સમિતિ (૭) ભાષા સમિતિ (૮) એષણા સમિતિ (૯) આદાન ભંડ પાત્ર નિક્ષેપણ સમિતિ (૧૦) ઉચ્ચાર પ્રસવણ શ્લેષ્મ સિંઘાણ જલ્લ પરિષ્ઠાપના સમિતિ.