________________
સ્થાન-૧૦
૩૨૩
સંવર-અસંવર :
१० दसविहे संवरे पण्णत्ते, तं जहा- सोइंदियसंवरे, चक्खिदियसंवरे, યાળિવિય- સંવરે, નિર્જિલિયસંવરે, સિવિયસંવરે, મળસંવરે, વયસંવરે, काय संवरे उवगरण- संवरे, सूचीकुसग्गसंवरे ।
ભાવાર્થ :- સંવરના દશ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) શ્રોત્રેન્દ્રિય સંવર (૨) ચક્ષુરિન્દ્રિય સંવર (૩) ઘ્રાણેન્દ્રિય સંવર (૪) જિહેન્દ્રિય સંવર (૫) સ્પર્શેન્દ્રિય સંવર (૬) મન સંવર (૭) વચન સંવર (૮) કાય સંવર (૯) ઉપકરણ સંવર (૧૦) સૂચી કુશાગ્ર સંવર.
११ दसविहे असंवरे पण्णत्ते, तं जहा- सोइंदियअसंवरे जाव फासिंदियअसंवरे, મળઅવરે, વયમસંવરે, જાયઅલવરે, વારપઅલવરે, સૂરીલાઅસંવરે । ભાવાર્થ :- અસંવરના દશ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– શ્રોત્રેન્દ્રિય અસંવરથી સૂચી કુશાગ્ર અસંવર
પર્યંતના દસ અસંવર કહેવા.
વિવેચન :
આવતા કર્મને અટકાવવા, તેને સંવર કહે છે. ઇન્દ્રિયાદિ વિષયોમાં અનાસક્ત રહેવાથી સંવર થાય છે. સ્થાન-૫, ઉર્દૂ.-૨, સૂત્ર-૪૦,૪૧ માં પાંચ ઇન્દ્રિયનો સંવર; સ્થાન-૬, સૂત્ર-૧૪,૧૫ માં પાંચ ઇન્દ્રિય અને અજીવ તેમ છ પ્રકારનો સંવર દર્શાવ્યો છે. સ્થાન-૮, સૂત્ર-૧૪,૧૫માં પાંચ ઇન્દ્રિય અને ત્રણયોગ સંબંધી આઠ પ્રકારના સંવરનો નિર્દેશ છે. અહીં દશ પ્રકારના સંવર-અસંવરનું કથન છે.
તે દસ પ્રકારના સંવરમાંથી પ્રથમના આઠ ભાવસંવર અને અંતિમ બે દ્રવ્યસંવર છે. સંયમી જીવનમાં આવશ્યક, ઉપયોગી સાધનોને ઉપધિ કહે છે. તે ઉપધિના બે પ્રકાર છે. રજોહરણ, પાત્ર વગેરે જે ઉપકરણો પ્રતિદિન ઉપયોગમાં આવે તેને ઔઘિક ઉપધિ કહે છે અને વિશિષ્ટ કાર્ય માટે સંયમની રક્ષા માટે જે ઉપકરણો ગ્રહણ કરી અને કાર્ય પૂર્ણ થાય ત્યારે ગૃહસ્થને પાછા આપી શકાય તેવા ઉપકરણને ઔપગ્રહિક ઉપકરણ કહે છે.
ઉપકરણ સંવર :– અકલ્પનીય ઔઘિક ઉપકરણોનો સ્વીકાર ન કરવો તથા ચારે બાજુ વેર-વિખેર, અવ્યવસ્થિત ન રાખતાં ઔઘિક ઉપકરણોને વ્યવસ્થિત રાખવા તેને ઉપકરણ સંવર કહે છે. ઉપકરણ સંવર ઔઘિક ઉપકરણની અપેક્ષાએ છે.
સૂચીકુશાગ્ર સંવર : સૂચી = સોય, કુશાગ્ર = દાભની અણી, તેને સાચવીને વ્યવસ્થિત રાખવી, જેથી શરીરને ઉપઘાત ન થાય, વાગે નહીં. સૂચી-કુશાગ્ર શબ્દ સર્વ ઔપગ્રહિક ઉપધિના સૂચક છે. આ સંવર ઔપગ્રહિક ઉપકરણની અપેક્ષાએ છે અર્થાત્ સર્વ ઔપગ્રહિક ઉપકરણો યતનાપૂર્વક વાપરવા જોઈએ.