________________
૩૨૨ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૨
આચાર્ય અને ઉપાધ્યાય સાથે સમ્યગુ વ્યવહાર કરું છું પરંતુ આચાર્ય અને ઉપાધ્યાય મારી સાથે પ્રતિકૂલ વ્યવહાર કરે છે. વિવેચન :
ક્રોધની ઉત્પત્તિનું મુખ્ય કારણ ઇચ્છા અને અપેક્ષાથી વિરુદ્ધ વાતાવરણ કે ઘટના છે. જીવની ઇચ્છાપૂર્તિ ન થાય ત્યારે તેને ક્રોધ ઉત્પન્ન થાય છે.
સામાન્ય રીતે સંસારી જીવો વિષય સુખના અભિલાષી હોય છે. તેના મનોજ્ઞ વિષયો દૂર થાય કે અમનોજ્ઞ વિષયોનો સંયોગ થાય ત્યારે તેમાં નિમિત્ત બનનાર વ્યક્તિ પર જીવ ક્રોધ કરે છે. સૂત્રકારે ત્રણ કાલની અપેક્ષાએ તેના વિવિધ વિકલ્પો કરી નવ ભેદ કર્યા છે અને દશમા ભેદમાં ક્રોધની ઉત્પત્તિનું કારણ ગુરુ શિષ્યના વ્યવહારને લક્ષિત કર્યો છે.
સંયમ-અસંયમ:
८ दसविहे संजमे पण्णत्ते, तं जहा- पुढविकाइयसंजमे, आउकाइयसंजमे, तेउकाइयसंजमे, वाउकाइयसंजमे, वणस्सइकाइयसंजमे, बेइंदियसंजमे, तेइंदियसंजमे, चउरिदियसंजमे, पंचिंदियसंजमे, अजीवकायसंजमे । ભાવાર્થ – સંયમના દશ પ્રકાર છે, તે આ પ્રમાણે છે
(૧) પુથ્વીકાયિક સંયમ (૨) અષ્કાયિક સંયમ (૩) તેઉકાયિક સંયમ (૪) વાયુકાયિક સંયમ (૫) વનસ્પતિકાયિક સંયમ (૬) બેઇન્દ્રિય સંયમ (૭) તેઇન્દ્રિય સંયમ (૮) ચૌરેન્દ્રિય સંયમ (૯) પંચેન્દ્રિય સંયમ (૧૦) અજીવકાય સંયમ. | ९ दसविहे असंजमे पण्णत्ते, तं जहा- पुढविकाइयअसंजमे जाव वणस्सइकाइयअसंजमे, बेइदियअसंजमे जाव अजीवकायअसंजमे । ભાવાર્થ- અસંયમના દશ પ્રકાર છે, તે આ પ્રમાણે છે- પૃથ્વીકાયિક અસંયમથી અજીવકાય અસંયમ પર્યંતના દસ અસંયમ કહેવા. વિવેચન :
છકાય જીવનો આરંભ-હિંસા તે અસંયમ અને અનારંભ તે સંયમ છે. સ્થાન-૫, ઉ.-૨, સૂત્ર-૩૮-૪૩માં પાંચ સ્થાવર અથવા પાંચ જાતિના જીવોના આરંભાદિથી થતા અસંયમનું કથન છે. સ્થાન-૭, સૂત્ર-૮૦-૮૨માં છકાય અને અજીવ સહિત સાત પ્રકારના સંયમ અસંયમનું કથન છે. અહીં દશ પ્રકારના સંયમ-અસંયમનું કથન છે તે ભાવાર્થથી સ્પષ્ટ છે.