________________
સ્થાન- ૧૦
૩૨૧
છે. (૨) આહારરૂપે પરિણત કરાતા પુગલો ચલિત થાય છે (૩) ઉચ્છવાસ રૂપે ગ્રહણ કરાતા પુલો ચલિત થાય છે. (૪) નિઃશ્વાસ રૂપે પરિણત કરાતા પુદ્ગલો ચલિત થાય છે (૫) વેદાતા-અનુભવાતા કર્મ પુદ્ગલ ચલિત થાય છે (૬) નિર્જરા થતા, આત્માથી છૂટા થતા કર્મ પુદ્ગલો ચલિત થાય છે (૭) વિક્રિયમાણ -વૈક્રિયશરીર રૂપે પરિણત થતા પુદ્ગલો ચલિત થાય છે (૮) પરિચારણા(મૈથુન)ના સમયે વીર્યરૂપ પુગલો ચલિત થાય છે (૯) યક્ષાવિષ્ટ પુગલો ચલિત થાય છે (૧૦) શરીરગત વાયુ પ્રેરિત યુગલો ચલિત થાય છે. વિવેચન :
અછિન - નહીં છેદાયેલા, શરીર અને સ્કંધ સાથે સંબદ્ધ પુગલો પોતાના સ્થાનથી અન્ય સ્થાનને પ્રાપ્ત કરે છે. સ્કંધથી છૂટા પડે છે. સ્થાન-૩, ઉદ્દે-૧, સૂત્ર-૬૭માં પુદ્ગલ ચલિત થવાના ત્રણ કારણ દર્શાવ્યા છે. તે ત્રણ કારણનો વિસ્તાર કરી અહીં દસ કારણ રૂપે કહ્યા છે. ક્રોધોત્પત્તિનાં કારણો - |७ दसहिं ठाणेहिं कोहुप्पत्ति सिया, तं जहा- मणुण्णाइं मे सद्द- फरिसरसरूव-गंधाइं अवहरिंसु । अमणुण्णाई मे सफरिस रसरूवगंधाइ उवहरिंसु ।
मणुण्णाई मे सद्द जाव अवहरइ । अमणुण्णाई मे सद्द जाव उवहरइ ।
मणुण्णाई मे सद्द जाव अवहरिस्सइ । अमणुण्णाई मे सद्द जाव उवहरिस्सइ। मणुण्णाई मे सद्द जाव अवहरिंसु वा अवहरइ वा अवहरिस्सइ वा । अमणुण्णाई मे सद्द जाव उवहरिंसु वा उवहरइ वा उवहरिस्सइ वा ।
___ मणुण्णामणुण्णाई मे सद्द जाव अवहरिंसु वा अवहरइ वा अवहरिस्सइ वा, उवहरिंसु वा उवहरइ वा उवहरिस्सइ वा ।
अहं च णं आयरिय उवज्झायाणं सम्मं वट्टामि, ममंच णं आयरिय उवज्झाया मिच्छं विप्पडिवण्णा। ભાવાર્થ - દશ કારણે ક્રોધની ઉત્પત્તિ થાય છે, તે આ પ્રમાણે છે– (૧) તે પુરુષે મારા મનોજ્ઞ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ, અને ગંધનું અપહરણ કર્યું હતું. (૨) તે પુરુષે મને અમનોજ્ઞ શબ્દ, સ્પર્શ, રસ, રૂ૫, ગંધ આપ્યા હતા. (૩) તે પુરુષ મારા મનોજ્ઞ શબ્દાદિનું અપહરણ કરે છે. (૪) તે પુરુષ મને અમનોજ્ઞ શબ્દાદિ આપે છે. (૫) તે પુરુષ મારા મનોજ્ઞ શબ્દાદિનું અપહરણ કરશે. () તે પુરુષ મને અમનોજ્ઞ શબ્દાદિ આપશે. (૭) તે પુરુષે મારા મનોજ્ઞ શબ્દાદિનું અપહરણ કર્યુ હતું, કરે છે અને કરશે. (૮) તે પુરુષે મને અમનોજ્ઞ શબ્દાદિ આપ્યા હતા, આપે છે અને આપશે. (૯) તે પુરુષે મારા મનોજ્ઞ તથા અમનોજ્ઞ શબ્દાદિનું અપહરણ કર્યુ હતું, કરે છે અને કરશે; આપ્યા હતા, આપે છે અને આપશે. (૧૦) હું