________________
૩૨૦
શ્રી ઠાણાગ સૂત્ર-૨
ભાવાર્થ - ઇન્દ્રિયના વર્તમાનકાલીન વિષય દશ છે, તે આ પ્રમાણે છે– કેટલીક વ્યક્તિઓ એક દેશથી શબ્દ સાંભળે છે, કેટલીક વ્યક્તિઓ સર્વ દેશથી શબ્દ સાંભળે છે યાવત કેટલીક વ્યક્તિઓ સર્વ દેશથી સ્પર્શનું વેદન કરે છે, ત્યાં સુધીના દસ બોલ જાણવા. | ५ दस इदियत्था अणागया पण्णत्ता,तं जहा-देसेण वि एगेसद्दाइंसुणिस्सति। सव्वेण वि एगे सद्दाइं सुणिस्संति जाव सव्वेण वि एगे फासाई पडिसंवेदेस्सति । ભાવાર્થ:- ઇન્દ્રિયોના ભવિષ્યકાલીન વિષય દશ છે, તે આ પ્રમાણે છે– કેટલીક વ્યક્તિઓ એક દેશથી શબ્દ સાંભળશે, કેટલીક વ્યક્તિઓ સર્વ દેશથી શબ્દ સાંભળશે યાવતુ કેટલીક વ્યક્તિઓ સર્વ દેશથી સ્પર્શનું વેદન કરશે, ત્યાં સુધીના દસ બોલ જાણવા. વિવેચન :
પ્રસ્તુત સુત્રમાં ઇન્દ્રિયવિષયોનું કથન છે. ઇન્દ્રિયો બે રીતે પોતાના વિષયને ગ્રહણ કરે છે. વિષય ગ્રહણ કરવાની રીતને જ અહીં વિષયરૂપે રજૂ કરેલ છે. સ્થાન-ર, ઉ. ૨, સૂત્ર-૧૫માં આત્મા દેશથી અને સર્વથી એમ બે પ્રકારે શબ્દાદિને ગ્રહણ કરે છે તે પ્રમાણે કથન છે.
જ વિ સારું સુખતિ :- ઘણા શબ્દોમાંથી થોડા શબ્દ સાંભળવા, એક કાનથી સાંભળવું, શ્રોતેન્દ્રિયથી જ સાંભળવું, તેને દેશથી સાંભળવું કહે છે. સબ્બળ વિ સારું કુતિ:- એક સાથે ઘણા શબ્દ સાંભળવા, બે કાનથી સાંભળવું અને સંભિન શ્રોતોપલબ્ધિના કારણે સર્વ ઇન્દ્રિયોથી શબ્દ સાંભળવા, તેને સર્વથી સાંભળવું કહે છે. આ રીતે પાંચે ઇન્દ્રિયવિષયો વિષે સમજી લેવું જોઈએ.
પ્રસ્તુતમાં ત્રણે કાળ આશ્રી બે પ્રકારે વિષયગ્રહણનું કથન છે. અચ્છિન્ન પુદ્ગલ ચલિત થવાના કારણો - |६ दसहि ठाणेहिं अच्छिण्णे पोग्गले चलेज्जा, तं जहा- आहारिज्जमाणे वा चलेज्जा । परिणामेज्जमाणे वा चलेज्जा । उस्ससिज्जमाणे वा चलेज्जा । णिस्ससिज्जमाणे वा चलेज्जा । वेएज्जमाणे वा चलेज्जा । णिज्जरिज्जमाणे वा चलेज्जा । विउव्विज्जमाणे वा चलेज्जा । परियारिज्जमाणे वा चलेज्जा । जक्खाइटे वा चलेज्जा । वायपरिगए वा चलेज्जा । ભાવાર્થ - દસ સ્થાનથી અચ્છિન્ન-શરીર કે સ્કંધથી સંબદ્ધ પુદ્ગલ ચલિત થાય છે– સ્થાનાંતરને પ્રાપ્ત થાય છે, તે આ પ્રમાણે છે
(૧) આહારરૂપે ગ્રહણ કરાતા પુગલ ચલિત થાય છે અર્થાત્ એક સ્થાનેથી બીજા સ્થાને જાય