________________
સ્થાન-૯ .
૩૧૫ |
ભાવાર્થ - પંચેન્દ્રિય તિર્યંચ સ્થલચર-ભુજપરિસર્પની ચાર લાખ યોનિમાં નવ લાખ જાતિ કુલકોટી છે. પાપકર્મનો ચય-ઉપચયઃ८० जीवा णं णवट्ठाणणिव्वत्तिए पोग्गले पावकम्मत्ताए चिणिंसु वा चिणंति वा चिणिस्सति वा, तं जहा- पुढविकाइयणिव्वत्तिए जाव पचिंदियणिव्वत्तिए ।
एवं चिण-उवचिण बंध-उदीर-वेद तह णिज्जरा चेव । ભાવાર્થ :- જીવે નવ સ્થાનથી નિવર્તિત(નિર્મિત) પુદ્ગલોનો પાપકર્મરૂપે ભૂતકાળમાં સંચય કર્યો હતો, વર્તમાનમાં કરે છે અને ભવિષ્યમાં કરશે. તે આ પ્રમાણે છે- પૃથ્વીકાયિક નિર્વર્તિત પુદ્ગલોનો થાવત્ પંચેન્દ્રિય નિવર્તિત યુગલોનો.
આ રીતે તેનો ચય, ઉપચય, બંધ, ઉદીરણ, વેદના અને નિર્જરણ કર્યું હતું, કરે છે અને કરશે. નવ પ્રદેશી પુદ્ગલની અનંતતા :८१ णवपएसिया खंधा अणंता पण्णत्ता जावणवगुणलुक्खा पोग्गला अणंता પJU RT
ભાવાર્થ :- નવ પ્રદેશી પુદ્ગલ સ્કંધ અનંત છે. નવ આકાશ પ્રદેશો પર અવગાઢ પુદ્ગલ અનંત છે. નવ સમયની સ્થિતિવાળા પુદ્ગલ અનંત છે. નવ ગુણ કૃષ્ણ વર્ણાદિવાળા પુદ્ગલ અનંત છે. આ રીતે શેષ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના નવ ગુણવાળા પુદ્ગલ અનંત જાણવા જોઈએ.
- તે
સ્થાન-૯ સંપૂર્ણ છે
(