________________
૩૧૪]
શ્રી ઠાણાગ સૂત્ર-૨
ભાવાર્થ :- શુક્ર મહાગ્રહની નવ વીથિઓ- પરિભ્રમણ માર્ગ છે, તે આ પ્રમાણે છે– (૧) હયવીથિ, (૨) ગજવીથિ, (૩) નાગવીથિ, (૪) વૃષભવીથિ, (૫) ગોવીથિ, (૬) ઉરગવીથિ, (૭) અજવીથિ, (૮) મૃગવીથિ, (૯) વૈશ્વાનર વીથિ. વિવેચન :
વીથિ એટલે માર્ગ. શુક્ર ગ્રહની ભ્રમણ વિધિ(ચાલ વિશેષ) ત્રણ-ત્રણ નક્ષત્રો સાથે એક-એક પ્રકારની હોય છે. તે અપેક્ષાએ સૂત્રમાં તેના નામ આપ્યા છે.
નોકષાય વેદનીય કર્મ - ७७ णवविहे णोकसायवेयणिज्जे कम्मे पण्णत्ते, तं जहा- इत्थिवेए, पुरिसवेए, નપુસવાવે, હાલે, , અર, નવે, સોને, તુjછા I ભાવાર્થ – નોકષાય વેદનીય(ક્રોધાદિ ચાર કષાયરૂપે ન વેદાય તે) કર્મ નવ પ્રકારના છે, તે આ પ્રમાણે છે– (૧) સ્ત્રીવેદ– પુરુષની અભિલાષા, (૨) પુરુષવેદ– સ્ત્રીની અભિલાષા, (૩) નપુંસકવેદ– સ્ત્રી, પુરુષ બંનેની અભિલાષા (૪) હાસ્ય વેદનીય, (૫) રતિ (૬) અરતિ (૭) ભય (૮) શોક (૯) જુગુપ્સા -ધૃણા ભાવ. વિવેચન :
જો વરસાચવેળઝે- નોકષાય વેદનીય. તે મોહનીયકર્મમાં ચારિત્ર મોહનીયની પ્રકૃતિ છે. તેનું વેદન થતું હોવાથી સૂત્રકારે વેદનીય શબ્દનો પ્રયોગ કર્યો છે. નિષેધ, આંશિક નિષેધ, સાહચર્ય વગેરે અર્થમાં “નો’ શબ્દનો પ્રયોગ થાય છે. અહીં સાહચર્ય અર્થમાં નો’ શબ્દ પ્રયુક્ત છે. ક્રોધ, માન, માયા, લોભ તે ચાર કષાય છે. તેના અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, સંજ્વલન તે ચાર ભેદ છે. આ સોળ કષાયના સાહચર્યથી જે કર્મ ઉદયમાં આવે તેને નોકષાય કહે છે. નોકષાય મોહનીય કર્મ કષાય મોહનીય કર્મની સાથે રહીને જ ફળ આપે છે. નોકષાયરૂપે જે કર્મ અનુભવાય છે તે નોકષાય વેદનીય કર્મ કહેવાય છે. કુલકોટી :| ७८ चउरिंदियाणं णव जाइ-कुलकोडी-जोणिपमुह-सयसहस्सा पण्णत्ता । ભાવાર્થ - ચોરેન્દ્રિય જીવોની (બે લાખ) યોનિમાં નવ લાખ જાતિ કુલકોટી કહી છે.
७९ भुयगपरिसप्प-थलचर-पंचिंदियतिरिक्ख जोणियाणं णव जाइ-कुलकोडीजोणिपमुहसयसहस्सा पण्णत्ता ।