________________
શ્રી ઠાણાંગ સત્ર-૨
હું આર્યો ! મારે જેમ નવ ગણ અને અગિયાર ગણધર છે, તેમ અર્હત મહાપદ્મને પણ નવ ગણ અને અગિયાર ગણધર થશે.
૩૧ર
હે આર્યો ! જેમ હું ત્રીસ વર્ષ અગારવાસમાં રહી મુંડિત થઈ અગારથી અણગારિતામાં પ્રવ્રુજિત થયો, બાર વર્ષ અને ૧૩ પક્ષ સુધી છદ્મસ્થ પર્યાયનું પાલન કરી, તેર પક્ષમાં કંઈક ઓછા ત્રીસ વર્ષની કેવલી પર્યાયનું પાલન કરી, બેતાલીશ વર્ષ સુધી શ્રામણ્ય પર્યાય પાળી, ૭ર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી સિદ્ધ થઈ સર્વ દુઃખોનો અંત કરીશ. તેમ અર્હત મહાપદ્મ પણ ત્રીસ વર્ષ સુધી અગારવાસમાં રહી યાવત્ ૭૨ વર્ષનું પૂર્ણ આયુષ્ય ભોગવી સિદ્ધ, થઈ સર્વ દુઃખોનો અંત કરશે.
ગાથાર્થ શાસ્ત્રકાર કહે છે કે જેવા શીલ સદાચારવાળા અર્હત તીર્થંકર મહાવીર થયા છે. તેવા જ શીલ સદાચારવાળા અહંતુ મહાપદ્મ થશે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં આગામી ઉત્સર્પિણી કાળના ‘મહાપદ્મ' નામના પ્રથમ તીર્થંકરનું જીવન વર્ણન છે. શ્રેણિક રાજાએ ભગવાન મહાવીર સ્વામીની ઉપસ્થિતિમાં તીર્થંકર નામકર્મનો બંધ કર્યો હતો. પરંતુ પૂર્વબદ્ધ નરકાયુના કારણે વર્તમાનમાં તેઓ પ્રથમ નરકમાં છે. નરકમાંથી નીકળી આગામી ચોવીશીમાં પ્રથમ તીર્થંકર થશે. ભગવાન મહાવીર સ્વામીએ આ વર્ણન કર્યું ત્યારે ‘શ્રેણિકનું નરકે જવું' તે ભવિષ્યની ઘટના હોવાથી તેઓએ સૂત્રપાઠમાં 'વિિિદર' જેવા ભવિષ્યકાલીન ક્રિયાપદનો પ્રયોગ કર્યો છે.
મહાપદ્મ પ્રભુના જીવનું ચ્યવન, માતાના ચૌદ સ્વપ્નો, ૫૬ દિશાકુમારિકાઓ અને ૬૪ ઇન્દ્રો દ્વારા જન્માભિષેક વગેરે ઘટનાઓ મહાવીરસ્વામીની સમાન જ થશે. જો કે મહાવિદેહના તીર્થંકર હોય કે ભરતક્ષેત્રના; અવસર્પિણી કાળના તીર્થંકર હોય કે ઉત્સર્પિણી કાળના; પ્રથમ તીર્થંકર હોય કે તમ; તેમના જીવનમાં જન્મ, સ્વપ્નાદિ અનેક ઘટનાઓ એક સમાન હોય છે. સર્વ તીર્થંકરોના જન્મોત્સવ આદિની ઉજવણી કરવી તે દેવ, દેવીઓ અને ઇન્દ્રોનો જીત વ્યવહાર જ છે.
મહાપદ્મ પ્રભુ કૈવલ્ય પ્રાપ્તિ પછી ભગવાન મહાવીર સ્વામીની જેવો જ ધર્મોપદેશ આપશે. ભગવાને સ્વયંજ કહ્યું છે— "મમ્... પળત્તે, પ્વામેવ મહાપડમે વિ... પદ્મવેદિક્ । તીર્થંકરો કેવળજ્ઞાનના આલોકમાં તત્ત્વોનું યથાતથ્ય સ્વરૂપ નિહાળે છે અને તે જ પ્રમાણે ઉપદેશ આપે છે. તેથી સર્વ તીર્થંકરોનો ઉપદેશ એક સમાન હોય છે. તીર્થંકરો સનાતન એવા સમાનધર્મનું કથન કરે છે.
નક્ષત્ર વિષયક નિરૂપણ સૂત્ર :
७१ णव णक्खत्ता चंदस्स पच्छंभागा पण्णत्ता,
તેં નહાअभिई सवणो धणिट्ठा, रेवइ अस्सिणि मग्गसिर पूसो । हत्थो चित्ता य तहा, पच्छंभागा णव हवंति ॥ १ ॥