________________
સંપાદકીય
અપૂર્વ શ્રુતઆરાધક ભાવયોગિની
બો. બ્ર. પૂ. લીલમબાઈ મ. સ. વીતરાગવાણી જગહિતકારી કલ્યાણકારી દર્શાવે સિદ્ધાલયનું અવિચલધામ, ભવરોગથી પીડિત, વૈરાગ્યમાં કીડિત જીવો માટે આગમ કરે છે ઔષધનું કામ, ઓહ ગુરુ પ્રાણ ! થયા મમ ત્રાણ, ફૂલ આમ ગુરણી સાનિધ્યે પાયા જ્ઞાનામૃતના જામ, સ્વાધ્યાય બળે, કૃપા ફળે સંપાદન કાર્ય તો જ સફળ થાયે પ્રયોગે પામું મોક્ષધામ.
પ્રિય પાઠક ! જિજ્ઞાસુ અધ્યયનશીલ સાધકગણ !
તમારા કરકમલને સુશોભિત બનાવી શકે તેવું આભૂષણ ગુરુ પ્રાણ આગમ બત્રીસીનું , ગણધર ગૂંથિત ગણિપિટકનું ત્રીજું અંગ, શ્રી ઠાણાંગ સૂત્રને બે ભાગમાં પૂર્ણ કરી રહયા છીએ. ચાર સ્થાન પર્વતનો પહેલો ભાગ આપના જમણા કરકમળમાં પ્રેષિત કર્યો હતો. હવે બીજા કરકમળમાં બીજો ભાગ પૂર્ણરૂપે પ્રેષિત કરી રહ્યા છીએ.
આપણા સૌના કરકમળમાં આ ઠાણાંગ શોભે, ઓપે, વંચાય, સુવિચારણા જાગૃત થાય અને પરમ પદ પમાય તેવા ભાવથી દેવ-ગુધર્મ પસાથે જેનો મહિમા ખુદ તીર્થકરોએ અત્થાગમેના રૂપમાં જગત સમક્ષ વર્ણવ્યો છે, ગણધર પરમાત્માએ તેને જીલી સુત્તાગમેના રૂપમાં સ્થવિરોને અર્પણ કર્યો છે, તે સ્થવિરોએ આપણને તદુર્ભયાગમ રૂપે તે આપ્યો છે. તેમાંથી યત્કિંચતુ માત્ર અમોએ આપણી માતૃભાષામાં અર્થ, ભાવાર્થ, વિવેચન સહિત યથાશકિત આગમ સંપુટમાં ઢાળવાનો પ્રયત્ન કર્યો છે.
અમારી સામાન્ય શકિત દ્વારા મુમુક્ષુઓને આ આગમ સંપુટ અર્પણ કરી રહ્યા છીએ, તેનો અત્યધિક આનંદ વીર્ષોલ્લાસ દ્વારા પ્રગટ કરી રોમેરોમ ભાવનાથી ભીંજવી, દેહાવલીના અંગોપાંગ પ્લાવિત કરી, ક્ષયોપશમભાવમાં ઝુલી રહ્યા છીએ. અસ્તુ. કલ્પના નૈસર્ગિક બની જાઓ, સર્વજીવો અનંત સુખશાંતિને વરી જાઓ, આ આગમ બધાને માટે કલ્યાણકારી મોક્ષનું માર્ગદર્શક બની રહો.
ઠાણાંગ સુત્રના બને ભાગ તમારા કરકમળમાં સ્થાન મેળવશે ત્યારે બન્ને ભાગ લેવા અલૌકિક રીતે શોભી રહ્યા હશે, તેની કલ્પના હું કરું છું ત્યારે એમ લાગે છે કે
31