SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ મોક્ષપુરીનાં વરરાજા શિવરમણીને વરવા, નરવા બની, શ્રીફળ સહિત તત્ત્વનાં તોરણે જાણે કે જઈ રહ્યા ન હોય ! સ્વરૂપની સુખશધ્યાના શાયી બનવા તત્પર થઈ રહ્યા ન હોય ! આ રીતની આભાનાં ભાવ જોઈ જાણે સ્વરૂપ ભણી પરિણતિ દોડી જઈને પોતાની સખી શિવરમણીને શીધ્ર કહેવા જતી ન હોય કે ચાલ શિવરમણી ! જલદી ચાલ, આત્મરાજ તત્ત્વનાં તોરણે આવી રહ્યા છે ! તે શરમાળા શ્યામના ગળામાં તું અનંત ગુણ રૂપ પુષ્પની વરમાળા આરોપી દે. મુહૂર્ત ચાલ્યું ન જાય, ક્ષણનો પ્રમાદ કર્યા વિના સ્વયંવરા બની આત્મરાજને વરી જા. લગ્નથી જોડાઈ તેમાં જ મગ્ન બની જા. તે તારા નાથ થવા યોગ્ય છે. તારું રૂપ જોયા પછી કયારે ય તે પાછા નહીં ફરે. આપણું આ અપડિય વરનાઇ થી લઈને સિદ્ધિ નટ્ટુ નામધેયં સ્થાન શાશ્વતું છે, તેમાં તેને લઈ આવ. એકવાર અવિચલ સ્થાનમાં આવ્યા પછી કયારે ય કર્મરાજ તેને પાછા લઈ જઈ નહીં શકે. નિરંજનનિરાકાર બની ધ્રુવનિત્યસ્થાનમાં વાસ કરી આત્માના અખૂટ ખજાનાનું સુખ તમે બન્ને એક થઈને માણી શકશો. આજ આગમોથી અનંત આત્માઓ આ રીતે શિવરમણીને વર્યા છે અને લોકાગ્રે બિરાજમાન થયા છે. આ રીતે શુદ્ધ આત્મ પરિણતિ દ્વારા પ્રેરાયેલી શિવરમણી સ્વયંવરા થઈને તોરણ દ્વાર સુધી આવે તે પહેલાં જ અફસોસ વરરાજા કર્મરાજની દોસ્તીને કારણે શિવરમણી સામે નજર નાંખ્યા વિના પાછા ફરી જાય છે અને તેની જ પુત્રી કાર્મણસુંદરી સાથે લગ્નગ્રંથિથી જોડાઈ, તેમાં જ મગ્ન બની જાય છે. તે વિભાવવૃત્તિરૂપ મુગ્ધબાળા આત્મરાજને મોહ જંજીરથી જકડી લે છે. તેથી તેને વિષય વિલાસનાં સુખ જ પ્યારા લાગે છે અને જે સ્થાને જાય ત્યાંથી દ:ખી થઈ પાછો ફરે છે. કાર્પણ સંદરી તેને અવનવા સ્થાનમાં ફરવા માટે, જોવા માટે લઈ જવાની વિનંતી કરે છે અને આત્મરાજ તેનો ગુલામ બની તેનો નચાવ્યો નાચે છે. પ્રિય સાધક ! અનાદિકાળથી આત્મા સ્થાને સ્થાને ભટકી રહ્યો છે, વિષયમાં અટકી રહ્યો છે અને કષાયનાં કાંટા જેના જીવનમાં ખટકી રહ્યા છે, તો પણ આત્મા તેમાં જ સુખ મળશે તેમ માની, પુદ્ગલોમાં લિપ્સ બની, તેમાં જ સુખની શોધ કરવા લાલાયિત થઈ રહ્યો છે. રાગની તીક્ષ્ણ ધારનાં તીખા પ્રહાર સહેતો, કેષનાં ડામથી દાઝતો, જન્મ-મરણના ફેરા ફરતો, એકના એક સ્થાનમાં અનેકવાર પુનરાગમન કરતો, તૈજસ કાર્પણ શરીર શત્રુ હોવા છતાં તેની સાથે જીગર જાન દોસ્તી કરતો ફેર ફૂદરડી ફરી રહ્યો છે. કાર્મણ સુંદરીનો તે બરદાસ્ત બની જીવનનાં અમૂલા ગુણોને માનવભવમાં
SR No.008756
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorVirmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages474
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy