________________
स्थान-८
| उ०५ ।
માતા-પિતા તે બાળકની નામકરણ વિધિ કરશે. બાળકના જન્મ સમયે શતદ્વાર નગરની અંદર અને બહાર સર્વત્ર ભાર અને કુંભ પ્રમાણ પા અને રત્નોની વર્ષા થઈ છે, તેથી બાળકનું “મહાપા” નામ રાખવું ઉચિત છે, તેમ વિચાર-વિમર્શ કરી, માતા-પિતા બાળકનું ગુણ નિષ્પન્ન એવું “મહાપા’ નામ નિર્ધારિત કરશે. ५७ तए णं महापउमं दारगं अम्मापियरो साइरेगं अट्ठवासजायगं जाणित्ता जाव महया-महया रायाभिसेएणं अभिसिंचिहिति । से णं तत्थ राया भविस्सइ महया-हिमवंत-महंत-मलय-मंदर-महिंदसारे रायवण्णओ जाव रज्ज पसासेमाणे विहरिस्सइ। ભાવાર્થ:- માતા પિતા મહાપા રાજકુમારને સાધિક આઠ વર્ષની ઉંમરના જાણીને યાવત્ (કલાઓમાં ઉત્તીર્ણ કરશે અને યૌવન વયે પાણિગ્રહણ કરાવશે વગેરે વર્ણન જાણવું) ઘણી ધામધૂમથી તેનો રાજ્યાભિષેક કરશે અને મહાપદ્મ શતદ્વાર નગરના રાજા બનશે. તે રાજા મહાહિમવાન, મહામલય, મંદર અને મહેન્દ્ર પર્વત સમાન સર્વોચ્ચ રાજધર્મનું પાલન કરતાં રાજ્ય શાસન કરશે. |५८ तए णं तस्स महापउमस्स रण्णो अण्णया कयाइ दो देवा महिड्डिया महज्जुइया महाणुभागा महायसा महाबला महासोक्खा सेणाकम्मं काहिंति,तं जहा- पुण्णभद्दे य माणिभद्दे य ।
तए णं सयदुवारे णयरे बहवे राईसर-तलवर-माडंबिय-कोडुबिय-इब्भसेट्टिसेणावासत्थवाह-प्पभिइओ अण्णमण्णं सद्दावेहिंति, एवं वइस्संति- जम्हा णं देवाणुप्पिया! अम्हं महापउमस्स रण्णो दो देवा महिड्डिया जाव महासोक्खा सेणाकम्मं करेंति,तं जहा- पुण्णभद्दे य माणिभद्दे य; तं होउ णमम्हं देवाणुप्पिया! महापउमस्स रण्णो दोच्चे विणामधेज्जे देवसेणे, देवसेणे । तए णं तस्स महापउमस्स रण्णो दोच्चे वि णामधेज्जे भविस्सइ देवसेणे त्ति ।
ભાવાર્થ - ત્યાર પછી અન્ય કોઈ સમયે મહદ્ધિક, મહાધુતિવાન, મહાનુભાગ, મહાયશસ્વી, મહાબલી મહાસૌખ્યપૂર્ણ એવા પૂર્ણભદ્ર અને માણિભદ્ર નામના બે દેવ, મહાપદ્મ રાજાની સેનાના સંવાહક થશે.
આ બે દેવોને પોતાના રાજાની સેનાનું સંચાલન કરતાં જોઈ તે શતદ્વાર નગરના અનેક રાજેશ્વર, તલવર, માંડબિક, કૌટુંબિક, ઈભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ આદિ એકબીજાને સંબોધિત કરી, એકત્રિત થઈ, આ પ્રમાણે કહેશે- હે દેવાનુપ્રિય ! મહદ્ધિક તથા મહાસૌખ્યવાળા પૂર્ણભદ્ર અને માણિભદ્ર નામના બે દેવ આપણા મહાપદ્મ રાજાનું સેનાકર્મ કરે છે, તેથી આપણા આ મહાપા રાજાનું બીજું નામ “દેવસેન' હોવું જોઈએ. આ પ્રમાણે વિચાર-વિમર્શ કરી, મહાપદ્મ રાજાનું બીજું નામ દેવસેન' રાખશે. ५९ तए णं तस्स देवसेणस्स रण्णो अण्णया कयाई सेय-संखतल-विमल