________________
३०४
શ્રી ઠાણાગ સૂત્ર-૨
કરનારી, પ્રગાઢ– આખા શરીરમાં ભયંકર વેદના ઉત્પન્ન કરનારી, કડવા રસની જેમ દુઃખદાયી, કર્કશ દ્રવ્યની જેમ કઠોર, તુરંત મૂચ્છિત કરી નાખે તેવી ભયંકર દુઃખરૂપ, પર્વતની જેમ દુલ્લંઘનીય (સરળતાથી અંત ન આવે તેવી) પરમાધામી દેવ વડે અપાતી અને અસહ્ય વેદના ભોગવશે.
५५ से णं तओ णरयाओ उव्वदे॒त्ता आगमेस्साए उस्सप्पिणीए इहेव जंबुद्दीवे दीवे भरहे वासे वेयड्डगिरिपायमूले पुंडेसु जणवएसु सतदुवारे णगरे संमुइस्स कुलकरस्स भद्दाए भारियाए कुच्छिसि पुमत्ताए पच्चायाहिइ ।
तए णं सा भद्दा भारिया णवण्हं मासाणं बहुपडिपुण्णाणं अट्ठमाण य राइंदियाणं वीइक्कताणं सुकुमालपाणिपायं, अहीण-पडिपुण्ण-पंचिंदिय-सरीरं, लक्खण-वंजण-गुणोववेयं, माणुम्माण-प्पमाण-पडिपुण्ण-सुजाय-सव्वंग-सुंदरगं ससिसोमाकारं कंतं पियदसणं सुरूवं दारगं पयाहिइ । जं रयणिं च णं से दारए पयाहिइ, तं रयणिं च णं सयदुवारे णगरे सभितरबाहिरए भारग्गसो य कंभग्गसो य पउमवासे य रयणवासे य वासे वासिहिइ ।
ભાવાર્થ - તે શ્રેણિક રાજાનો જીવ તે નરકમાંથી નીકળી આગામી ઉત્સર્પિણીમાં આ જંબૂદ્વીપ નામના દ્વીપમાં, ભરત ક્ષેત્રમાં, વૈતાઢય પર્વતના પાદમૂળમાં પુંડ્ર નામના જનપદ-દેશના “શતદ્વાર’ નામના નગરમાં સન્મતિ કુલકર અને ભદ્રા નામની પત્નીના પુત્રરૂપે ઉત્પન્ન થશે.
તે ભદ્રા ભાર્યા પરિપૂર્ણ નવમાસ અને સાત રાત્રિ દિવસના ગર્ભકાળ પછી સુકુમાર હાથ-પગ યુક્ત; પરિપૂર્ણ પાંચ ઇન્દ્રિય; લક્ષણ, વ્યંજન, ગુણથી યુક્ત અવયવવાળા; માન, ઉન્માન, પ્રમાણાદિથી સર્વાગ સુંદર શરીર ધારક; ચંદ્ર સમાન સૌમ્ય આકૃતિવાળા, કાંત, પ્રિય દર્શનવાળા, સુરૂપ એવા પુત્રને જન્મ આપશે. જે રાત્રે માતા તે બાળકને જન્મ આપશે, તે જ રાત્રે શતદ્વાર નગરની બહાર અને અંદર, સંપૂર્ણ નગરમાં ભારાગ્ર, કુંભાગ્ર પ્રમાણ પદ્મ અને રત્નોની વર્ષા થશે. ५६ तए णं तस्स दारयस्स अम्मापियरो एक्कारसमे दिवसे वीइक्कंते णिवत्ते असुइजायकम्मकरणे संपत्ते बारसाहे अयमेयारूवं गोण्णं गुणणिप्फण्णं णामधिज्ज काहिंति- जम्हा णं अम्हमिमंसि दारगंसि जायंसि समाणंसि सयदुवारे णगरे सभितरबाहिरए भारग्गसो य कुंभग्गसो य परमवासे य रयणवासे य वासे वुढे, तं होउ णं अम्हमिमस्स दारगस्स णामधिज्जं महापउमे महापउमे । तए णं तस्स दारगस्स अम्मापियरो णामधिज्ज काहिंति महापउमे त्ति । ભાવાર્થ :- અશુચિકર્મથી નિવૃત્ત થયા પછી અને અગિયાર દિવસ વ્યતીત થયા પછી, બારમા દિવસે