________________
સ્થાન-૯
૩૦૩.
સમયમાં થયા. તેઓએ ધર્મદલાલી કરીને તીર્થંકરનામ કર્મનો બંધ કર્યો હતો. તેઓ આગામી ચોવીસીમાં અમમ” નામના તેરમા તીર્થંકર થશે.
(૨) આ અવસર્પિણીમાં નવ બળદેવ થયા તેમાં અંતિમ બળદેવ શ્રીકૃષ્ણના મોટાભાઈ બલરામ-(રામ) થયા. તેઓ “નિષ્કષાય” નામના ચૌદમા તીર્થંકર થશે.
(૩) ઉદક પેઢાલપુત્ર- ઉદક નામના અણગાર પેઢાલ પુત્ર હતા. સૂત્રકૃતાંગ સૂત્રના બીજા ભૃત સ્કંધના નાલંદીય અધ્યયનમાં ઉદક પેઢાલપુત્રનું વર્ણન છે. તેઓ પાર્શ્વ પરંપરાના હતા અને ગૌતમસ્વામી દ્વારા સંશય નિવારણ થતાં, તેણે ચાતુર્યામ ધર્મ છોડી પંચ મહાવ્રતરૂપ ધર્મ અંગીકાર કર્યો હતો.
(૪-૫) પોફિલ અને શતકનું વર્ણન પૂર્વના સૂત્રમાં છે. (૬) કૃષ્ણ, વાસુદેવ અને ધારિણીના દારુક નામના પુત્ર અરિષ્ટનેમિ ભગવાન પાસે દીક્ષિત થઈને સિદ્ધ થઈ ગયા છે તેથી અહીં તેનાથી ભિન્ન અન્ય દારુક સમજવા. અહીં ઉલ્લેખિત દારુકનું વર્ણન ઉપલબ્ધ નથી.
(૭) સત્યકી વિદ્યાધર રાજા હતો. તે ભવિષ્યમાં તીર્થકર થશે. (૮) અંબઇ:- શ્રી ઔપપાતિક સૂત્ર કથિત અંબડ શ્રાવક પ્રભુ મહાવીરના શાસનમાં થયા હતા અને તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ ધારણ કરીને મોક્ષ ગતિ પ્રાપ્ત કરશે. અહીં સમજવાનું એ છે કે આગામી ઉત્સર્પિણી કાલમાં ચાતુર્યામ ધર્મની પ્રરૂપણા કરીને મોક્ષ પ્રાપ્ત કરનાર અબડ, એ બીજી જ કોઈ વ્યક્તિ હશે. શાસ્ત્રમાં એક જ અંબાનું વર્ણન મળે છે. (૯) સુપાર્શ્વ– પાર્થ પરંપરાના સાધ્વી હતા. ભાવીના મહાપદ્મ તીર્થકર :५४ एस णं अज्जो ! सेणिए राया भिभिसारे कालमासे कालं किच्चा इमीसे रयणप्पभाए पुढवीए सीमंतए णरए चउरासीझ्वाससहस्स-ठिईयंसि णिरयसि णेरइयत्ताए उववज्जिहिइ । से णं तत्थ णेरइए भविस्सइ- काले कालोभासे गंभीरलोमहरिसे भीमे उत्तासणए परमकिण्हे वण्णेणं । से णं तत्थ वेयणं वेदिहिइ उज्जलं विउलं पगाढं कडुयं कक्कसं चंडं दुक्खं दुग्गं दिव्वं दुरहियासं । ભાવાર્થ:- હે આર્યો! શ્રેણિક(બિંભિસાર) રાજા કાળના સમયે કાળ કરીને રત્નપ્રભા પૃથ્વીના સીમંતક નામના નરકાવાસમાં ૮૪ હજાર વર્ષની સ્થિતિવાળા નારકી રૂપે ઉત્પન્ન થશે. ત્યાં તે નારકીને કાળો વર્ણ, કાળી આભા, મહાલોમહર્ષક-રંવાટી ઊભી થઈ જાય તેવો ભયંકર અને ત્રાસજનક દેખાવ તથા પરમ કૃષ્ણવર્ણ પ્રાપ્ત થશે. ત્યાં તે નારકી જ્વલંત-આગની જેમ દઝાડનારી, સમસ્ત શરીરમાં વ્યથા ઉત્પન્ન