________________
શ્રી ઠાણાંગ સૂત્ર–૨
તેણીએ મારા માટે કોળાપાક બનાવ્યો છે, તે લેતા નહીં પરંતુ તેના ઘેર બિજોરાપાક છે, તે લઈ આવો. તે મારા માટે હિતકારી છે. સિંહમુનિ ગયા અને ભગવાનના કહ્યા પ્રમાણે બિજોરાપાક વહોરી લાવ્યા. તે રેવતી શ્રાવિકા આગામી ચોવીસીમાં ચિત્રગુપ્ત નામના સત્તરમાં તીર્થંકર થશે.
૩૦૨
આ કથાનકોમાં તે નવ જીવોએ કેવી રીતે, કયા કારણથી તીર્થંકર નામકર્મનો બંધ કર્યો તેનો ઉલ્લેખ નથી. શંખ, રેવતીનું વર્ણન ભગવતી સૂત્રમાં પ્રાપ્ત થાય છે પણ ત્યાં તેઓ ભાવી તીર્થંકર થશે તેવો કોઈ ઉલ્લેખ નથી.
ભાવી તીર્થંકર :
५३ एस णं अज्जो ! कण्हे वासुदेवे, रामे बलदेवे, उदए पेढालपुत्ते, पोट्टिले, सतए गाहावई, दारुए णियंठे, सच्चई णियंठीपुत्ते, सावियबुद्धे अंबडे परिव्वायए, अज्जावि णं सुपासा पासावच्चिज्जा । आगमेस्साए उस्सप्पिणीए चाउज्जामं धम्मं पण्णवइत्ता सिज्झिहिंति जाव अंतं कार्हिति ।
ભાવાર્થ :- હે આર્યો ! (૧) વાસુદેવ કૃષ્ણ, (૨) બલદેવ રામ, (૩) ઉદક પેઢાલ પુત્ર, (૪) પોટ્ટિલ, (૫) ગૃહપતિ શતક, (૬) નિગ્રંથ દારુક, (૭) નિગ્રંથી પુત્ર સત્યકી, (૮) શ્રાવિકા દ્વારા પ્રતિબુદ્ધ અંબડ પરિવ્રાજક, (૯) પાર્શ્વનાથ પરંપરામાં દીક્ષિત આર્ય સુપાર્શ્વ.
આ નવ આગામી ઉત્સર્પિણીમાં ચાતુર્યામ ધર્મની પ્રરૂપણા કરી સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પરિનિવૃત્ત અને સર્વ દુઃખોનો અંત કરનારા થશે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સિદ્ધ થનાર નવ વ્યક્તિનું કથન છે. સમવાયાંગ સૂત્રમાં અતીત, અનાગત મહાપુરુષોના નામોનું કથન છે. સમવાયાંગના સૂત્ર-૪૦માં કથિત આગામી ચોવીસીના ૨૪ તીર્થંકરના નામાનુસાર આ સૂત્રગત નવ નામમાંથી નિગ્રંથ દારુક, આર્યા સુપાર્શ્વ અને ઉદક પેઢાલપુત્ર આ ત્રણે સામાન્ય કેવળીરૂપે અને શેષ જીવો તીર્થંકરરૂપે સિદ્ધ થશે. વૃત્તિકારનો પણ મત છે કે તેવુ = મધ્યમતીર્થંત્વન ઉત્પત્યો વિવિત્તુ જેવલિત્યેન 1- આ નવમાંથી કેટલાક મધ્યમના તીર્થંકરરૂપે અને કેટલાક કેવળીરૂપે ઉત્પન્ન થશે.
चाउज्जामं धम्मं :- - ચાતુર્યામ ધર્મ. પ્રથમ અને અંતિમ તીર્થંકરના શાસનમાં પંચમહાવ્રતરૂપ ધર્મ હોય છે. મધ્યના બાવીસ તીર્થંકરોના શાસનમાં ચાર મહાવ્રત રૂપ ચાતુર્યામ ધર્મ હોય છે. સૂત્રોક્ત નવ વ્યક્તિઓ આગામી ઉત્સર્પિણીમાં મધ્યના તીર્થંકર અથવા મધ્યના તીર્થંકરોના શાસનમાં કેવળી થશે. તેથી સૂત્રકારે તેના માટે વાડબ્બામ થમ્મ..... શબ્દ પ્રયોગ કર્યો છે.
(૧)
આ અવસર્પિણીમાં નવ વાસુદેવ થયા. તેમાંથી અંતિમ વાસુદેવ શ્રીકૃષ્ણ ભગવાન અરિષ્ટનેમિના