SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ श्री ठाशांग सूत्र - २ सण्णिकासे चउदंते हत्थिरयणे समुप्पज्जिहि । तए णं से देवसेणे राया तं यं संखल - विमल-सण्णिकासं चउदंतं हत्थिरयणं दुरूढे समाणे सयदुवारं नगरं मज्झं-मज्झेणं अभिक्खणं अभिक्खणं अइज्जाहिइ य णिज्जाहिइ य । ३० तए णं सयदुवारे णगरे बहवे राईसर-तलवर जाव अण्णमण्णं सद्दावेहिंति, एवं वइस्संति-जम्हा णं देवाणुप्पिया ! अम्हं देवसेणस्स रण्णो से संखतल-विमल-सण्णिकासे चउदंते हत्थिरयणे समुप्पण्णे, तं होउ णं अम्हं देवाणुप्पिया ! देवसेणस्स तच्चे वि णामधेज्जे, विमलवाहणे । तए णं तस्स देवसेणस्स रण्णो तच्चे वि णामधेज्जे भविस्सइ विमलवाहणे त्ति । ભાવાર્થ :- દેવસેન નામ પ્રસિદ્ધ થયા પછી યથા સમયે તે દેવસેન રાજાને શ્વેત શંખતલ જેવા વિમળ, ચાર દંતૂશળવાળા હસ્તિરત્નની પ્રાપ્તિ થશે. તત્પશ્ચાત્ તે દેવસેન રાજા શ્વેત, શંખતલ જેવા વિમળ, ચાર દંતૂશળવાળા હસ્તિરત્ન ઉપર આરૂઢ થઈ શતદ્વાર નગરના રાજમાર્ગ ઉપર વારંવાર ગમનાગમન કરશે. શતદ્વાર નગરના અનેક રાજેશ્વરાદિ એકબીજાને બોલાવી, એકત્રિત થઈ, આ પ્રમાણે કહેશે— “હે દેવાનુપ્રિય ! આપણા દેવસેન રાજાને શ્વેત, શંખતલ જેવા વિમળ‚ ચાર દંતૂશળવાળા હસ્તિરત્નની પ્રાપ્તિ થઈ છે, તેથી હે દેવાનુપ્રિય ! આપણા રાજાનું ત્રીજું નામ ‘વિમલવાહન’ હોવું જોઈએ.’” આ પ્રમાણે વિચાર વિમર્શ કરી, રાજાનું ત્રીજું નામ વિમલવાહન નિશ્ચિત કરશે. ६० तए णं से विमलवाहणे राया तीसं वासाइं अगारवासमज्झे वसित्ता अम्मापिईहिं देवत्तं गएहिं गुरुमहत्तरएहिं अब्भणुण्णाए समाणे, उउम्मि सरए, संबुद्धे अणुत्तरे मोक्खमग्गे पुणरवि लोगंतिएहिं जीयकप्पिएहिं देवेहिं, ताहिं इट्ठाहिं कंताहिं पियाहिं मणुण्णाहिं मणामाहिं उरालाहिं कल्लाणाहिं सिवाहिं धण्णाहिं मंगलाहिं सस्सिरियाहिं वग्गूहिं अभिनंदिज्जमाणे अभिथुव्वमाणे य बहिया सुभूमिभागे उज्जाणे एगं देवदूसमादाय मुंडे भवित्ता आगाराओ अणगारियं पव्वयाहिइ । ભાવાર્થ :- તે વિમલ વાહન રાજા ત્રીસવર્ષ પર્યંત ગૃહવાસમાં રહી, માતા-પિતા દેવગતિ પામે તે પછી વડીલ, પૂજ્ય, માન આપવા યોગ્ય ગુરુજનો અને વયોવૃદ્ધ એવા મહત્તર પુરુષોની અનુજ્ઞા મેળવી શરદૠતુમાં જીતકલ્પિત લોકાન્તિક દેવો દ્વારા અનુત્તર મોક્ષમાર્ગ માટે સંબુદ્ધ થશે અર્થાત્ સંયમ લેવા તત્પર जनशे. तेखो ईष्ट, अन्त, प्रिय, मनोज्ञ, मनोहर, उधार, उल्याए स्व३प, शिव, धन्य, भांगलिङ, श्री युक्त વાણી દ્વારા અપાતા અભિનંદન અને સ્તુતિ વચનોને ઝીલતા નગરની બહાર 'સુભૂમિભાગ' નામના ઉદ્યાનમાં પહોંચશે. ત્યાં તેઓ દેવ અર્પિત દેવદૂષ્ય વસ્ત્ર ગ્રહણ કરી, મુંડિત થઈ, ગૃહવાસને ત્યાગી અણગારપણામાં પ્રવ્રુજિત થશે.
SR No.008756
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorVirmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages474
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy