________________
સ્થાન - ૯
૨૯૫
(૬) અધો ગૌરવ પરિણામ- જે આયુષ્ય શક્તિથી જીવ નીચી દિશા તરફ જાય. (૭) તિર્યગ્ગૌરવ પરિણામ- જે આયુષ્ય શક્તિથી જીવ પૂર્વાદિ દિશાઓમાં જાય. (૮) દીર્ઘ ગૌરવ પરિણામ–જે આયુષ્ય શક્તિથી જીવ ઘણા દૂર સુધી જાય. એક લોકાત્તથી બીજા
લોકાત્ત સુધી ગમન કરે. (૯) હુસ્વ ગૌરવ પરિણામ- જે આયુષ્ય શક્તિથી જીવને થોડે દૂર સુધી જ જવાની શક્તિ પ્રાપ્ત થાય.
વિવેચન :
આયુષ્ય પરિણામ- આયુષ્ય તે એક કર્મ વિશેષ છે. તે કર્મોદય જીવને તે તે ભવમાં રોકી રાખે છે. પરિણામ એટલે સ્વભાવ, શક્તિ, ધર્મ. આયુષ્ય પરિણામ એટલે આયુષ્યનો સ્વભાવ, આયુષ્યની શક્તિ.
આગામી ભવનું આયુષ્ય બંધાય તે સાથે તે આયુષ્યના સ્વભાવ અને શક્તિથી ગતિ વગેરે પરિણામ નિશ્ચિત થાય છે. દેવ આયુષ્યનો બંધ થાય તો તે આયુષ્યનો સ્વભાવ છે કે તે દેવગતિ પ્રાપ્ત થાય છે. દેવાયુનો બંધ થયો હોય તો સ્વભાવથી જ દેવ પ્રાયોગ્ય કર્મોનો વિશેષ સંગ્રહ થાય છે. માટે તે ગતિ, સ્થિતિ આદિને આયુષ્ય પરિણામ કહ્યા છે. નવનવમિકા ભિક્ષુ પડિમા :३८ णवणवमिया णं भिक्खुपडिमा एगासीईए राइदिएहिं चउहि य पंचुत्तरेहि भिक्खासएहिं अहासुत्तं जाव आराहिया यावि भवइ । ભાવાર્થ :- નવ નવમિકા ભિક્ષુ પ્રતિમા ૮૧ દિવસ-રાતથી તથા ૪૦૫ ભિક્ષાદત્તિઓથી યથાસૂત્ર, યથાઅર્થ, યથાતત્ત્વ, યથામાર્ગ, યથાકલ્પ તથા સમ્યક પ્રકારે કાયાથી આચરિત, પાલિત, શોધિત, પૂરિત કીર્તિત અને આરાધિત કરાય છે.
વિવેચન :
નવમી ભિક્ષુ પ્રતિમા નવ નવમિકા ૯૪૯ = ૮૧ અહોરાત્રની હોય છે. પ્રથમ નવદિવસમાં એકદત્તિ આહાર, એક દત્તિ પાણી; બીજા નવ દિવસમાં બે દત્તિ આહાર, બેદત્તિ પાણી. આ રીતે પ્રથમ નવ દિવસમાં આહાર-પાણીની ૯ દત્તિ, બીજા નવ દિવસમાં ૧૮ દત્તિ, ત્રીજા નવ દિવસમાં ૨૭, તે જ રીતે ક્રમશઃ ૩૬, ૪૫, ૫૪, ૩, ૭૨, ૮૧ = કુલ ૪૦૫ દત્તિ ઉત્કૃષ્ટ રૂપે આ પ્રતિમામાં થાય છે.
પ્રાયશ્ચિત પ્રકાર :३९ णवविहे पायच्छित्ते पण्णत्ते, तं जहा- आलोयणारिहे, पडिक्कमणारिहे, तदुभयारिहे, विवेगारिहे विउस्सग्गारिहे, तवारिहे, छेयारिहे, मूलारिहे, अणवठ्ठप्पारिहे।