________________
૨૯૪
भद्दे सुभद्दे सुजाए, सोमणसे पियदंसणे । सुदंसणे अमोहे य, सुप्पबुद्धे जसोधरे ॥१॥
શ્રી ઠાણાંગ સૂત્ર–૨
ભાવાર્થ :- આ ત્રૈવેયક વિમાનોના નવ પ્રસ્તટોના નવ નામ છે, તે આ પ્રમાણે છે– (૧) ભદ્ર, (૨) સુભદ્ર, (૩) સુજાત, (૪) સોમનસ, (૫) પ્રિયદર્શન, (૬) સુદર્શન, (૭) અમોઘ, (૮) સુપ્રબુદ્ધ, (૯) યશોધર.
વિવેચન :
આઠમા સ્થાનના ૪૮, ૪૯સૂત્રમાં આઠ કૃષ્ણરાજીઓના આઠ અવકાશાન્તરોમાં આઠ લોકાન્તિક વિમાનનું કથન છે. તેમાં સારસ્વત વગેરે આઠ દેવ રહે છે. નવમા રિષ્ટ નામના લોકાન્તિક દેવ કૃષ્ણરાજીની મધ્યમાં રિષ્ટાભ વિમાનમાં નિવાસ કરે છે. લોકાંતિક દેવોનું વિશેષ વર્ણન ભગવતી સૂત્ર શતક-૬ ઉદ્દેશક-૫માં છે. નવ પ્રૈવેયક વિમાનનું કથન ભાવાર્થથી સ્પષ્ટ છે.
આયુષ્ય પરિણામ :
३७ णवविहे आउपरिणामे पण्णत्ते, तं जहा- गइपरिणामे, गइबंधणपरिणामे, ठिईपरिणामे, ठिईबंधणपरिणामे, उड्डुंगारवपरिणामे, अहेगारवपरिणामे, तिरियंगारव- परिणामे दीहंगारवपरिणामे, रहस्संगारवपरिणामे ।
ભાવાર્થ :- આયુ પરિણામના(આયુ સ્વભાવના), નવ પ્રકાર છે. તે આ પ્રમાણે છે–
(૧) ગતિ પરિણામ– જીવને દેવાદિ નિયત ગતિ પ્રાપ્ત કરાવવાનો આયુષ્યનો સ્વભાવ. જે ગતિમાં જવું હોય તે ગતિમાં પહોંચાડી દેનારું આયુષ્ય કર્મ તે ગતિ પરિણામ કહેવાય.
(૨) ગતિ બંધન પરિણામ– નિશ્ચિત ગતિને યોગ્ય કર્મબંધ કરાવવાનો આયુષ્યનો સ્વભાવ. જેમ– નરકાયુના સ્વભાવથી જ નારકી, મનુષ્ય અથવા તિર્યંચ ગતિનામકર્મનો બંધ કરે છે. કારણ કે નારકો મરીને નરક કે દેવગતિમાં જતા નથી.
(૩) સ્થિતિ પરિણામ– ભવ સંબંધિત અંતર્મુહૂર્તથી લઈને ૩૩ સાગરોપમ સુધીની સ્થિતિના યથાયોગ્ય સ્થાને લઇ જનારું આયુષ્ય કર્મ તે સ્થિતિ પરિણામ કહેવાય.
(૪) સ્થિતિબંધ પરિણામ- આયુષ્ય કર્મની જે શક્તિથી જીવ આગામી ભવનું પ્રતિનિયત સ્થિતિનું આયુષ્ય કર્મ બાંધે છે, અર્થાત્ યોગ્ય સ્થિતિ બંધ કરાવવાનો આયુષ્યનો સ્વભાવ છે. જેમ કે કોઈ તિર્યંચ પચેંદ્રિયનો જીવ જો દેવાયુનો બંધ કરે તો તે વધારેમાં વધારે ૧૮ સાગરોપમનું આયુષ્ય બાંધે અને નરકના આયુષ્યનો બંધ કરે તો ૩૩ સાગરોપમનું આયુષ્ય બાંધી શકે છે.
(૫) ઊર્ધ્વ ગૌરવ પરિણામ–જે આયુષ્ય સ્વભાવથી જીવની ગમન શક્તિ ઊર્ધ્વ દિશા તરફ થાય, તે ઊર્ધ્વ ગૌરવ પરિણામ. અહીં ગૌરવનો અર્થ છે ગમન.