________________
[ ૨૯s |
શ્રી ઠાણાગ સૂત્ર-૨
ભાવાર્થ :- પ્રાયશ્ચિત્ત નવ પ્રકારના છે, તે આ પ્રમાણે છે– (૧) આલોચના યોગ્ય– જે દોષની શુદ્ધિ આલોચનાથી થાય. (૨) પ્રતિક્રમણ યોગ્ય- જે દોષની શુદ્ધિ ‘તસ્સ મિચ્છામિ દુક્કડમ્' કહેવાથી થાય. (૩) તદુભય યોગ્ય–જે દોષની શુદ્ધિ આલોચના અને પ્રતિક્રમણ બંનેથી થાય. (૪) વિવેક યોગ્ય જે દોષની શુદ્ધિ “હવે પછી ફરી આવું નહીં કરું' તેમ ગુરુ સાક્ષીએ પ્રતિજ્ઞા કરવાથી થાય અથવા તેવા પ્રકારના દોષ યુક્ત આહારના ત્યાગથી કે પરઠવાથી પ્રાયશ્ચિત્ત થઈ જાય તે વિવેક યોગ્ય પ્રાયશ્ચિત કહેવાય. (૫) વ્યુત્સર્ગ યોગ્ય- જે દોષની શુદ્ધિ કાયોત્સર્ગથી થાય. (૬) તપ યોગ્ય- જે દોષની શુદ્ધિ તપ વિશેષથી થાય. (૭) છેદ યોગ્ય- જે દોષની શુદ્ધિ દીક્ષા પર્યાયનો છેદ કરવાથી થાય. (૮) મૂલ યોગ્ય- જે દોષની શુદ્ધિ મહાવ્રતોનું ફરી આરોપણ કરવાથી થાય. (૯) અનવસ્થાપ્ય યોગ્ય-જે દોષની શુદ્ધિ વિશિષ્ટ તપસ્યાપૂર્વક પુનઃ દીક્ષા આપવાથી થાય.
વિવેચન :
છઠ્ઠા સ્થાન સૂત્ર-૧૮માં છ પ્રકારના, આઠમા સ્થાન સૂત્ર-૨૩માં આઠ પ્રકારના પ્રાયશ્ચિત્તનું કથન છે. અહીં નવમા સ્થાનમાં અનવસ્થાપ્ય સહિત નવ પ્રકારના પ્રાયશ્ચિત્તનું નિરૂપણ છે.
જંબૂઢીપના ફૂટ:
४० जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणे णं भरहे वासे दीहवेयड्डे णव ફૂડ પત્તા, તે નહીં
सिद्धे भरहे खंडग, माणी वेयड्ड पुण्ण तिमिसगुहा ।
भरहे वेसमणे या, भरहे कूडाण णामाई ॥१॥ ભાવાર્થ – જંબૂઢીપ નામના દ્વીપમાં મંદર પર્વતની દક્ષિણમાં ભરત ક્ષેત્રના દીર્ઘ વૈતાઢય પર્વતના નવ કૂટ છે, તે આ પ્રમાણે છે– (૧) સિદ્ધાયતન કૂટ, (૨) ભરત કૂટ, (૩) ખંડપ્રપાત ગુફા કૂટ, (૪) માણિભદ્ર કૂટ, (૫) વૈતાઢય કૂટ, (૬) પૂર્ણભદ્ર કૂટ, (૭) તિમિસાગુફા કૂટ, (૮) ભરત કૂટ, (૯) વૈશ્રમણ કૂટ. ४१ जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणे णं णिसहे वासहरपव्वए णव વફૂડ પત્તા , નહીં
सिद्धे णिसहे हरिवासे, विदेह हरि धिइ य सीओया ।
अवरविदेहे रुयगे, णिसहे कूडाण णामाणि ॥१॥ ભાવાર્થ :- જંબૂઢીપ નામના દ્વીપમાં મંદરપર્વતની દક્ષિણમાં નિષધ વર્ષધર પર્વત ઉપર નવ ફૂટ છે, તે આ પ્રમાણે છે– (૧) સિદ્ધાયતન ફૂટ, (૨) નિષધ કૂટ, (૩) હરિવર્ષ કૂટ, (૪) પૂર્વવિદેહ કૂટ, (૫) હરિ કૂટ, (૬) ધતિ કૂટ, (૭) સીતોદા કૂટ, (૮) અપરવિદેહ કૂટ, (૯) રુચક કૂટ.