________________
**
-
બતાવ્યા છે. આ આખો બોલ દાર્શનિક દ્દષ્ટિએ તત્ત્વગ્રાહ્ય હોવાથી તે વખતના જે કોઇ મતવાદ હતાં, તેને આઠ ભાવમાં સંકેલી લીધાં છે. અક્રિયા શબ્દનો અર્થ અહીં ક્રિયા હીનતા નથી પરંતુ અક્રિયા શબ્દનો ઉપયોગ નિષેધાત્મક ભાવમાં કર્યો છે. જેમ ઉપદેશાત્મક ગ્રંથોમાં વિશ્વના બધાં મતોનું મુખ્ય બે દ્દષ્ટિમાં વિભાજન કર્યુ છે – ક્રિયાવાદ અને અક્રિયાવાદ. જે બે પદાર્થો અસ્તિત્ત્વ ધરાવે છે અને જેને યર્થાથ દ્રવ્યરૂપે ગ્રહણ કરવામાં આવ્યા છે, તે બધાં મતને ક્રિયાવાદમાં ગ્રહણ કર્યા છે. તેનાથી વિપરીત કલ્પનાને આધારે વિકારી જ્ઞાન પરિણામોને આધારે વિશ્વચેતનાનો સ્વીકાર કરે છે, તે બધાં મતને અક્રિયાવાદમાં ગ્રહણ કર્યા છે. અહીં કહેવાનો મતલબ એ છે કે, આ જાતના સ્થાનોમાં ઊંડી દાર્શનિક દ્દષ્ટી અપનાવવામાં આવી છે અને વિશ્વમાં બધાં દ્દષ્ટિકોણને સમજવા માટે ઉપદેશ આપ્યો છે.
આગળ ચાલીને દસમા ઠાણામાં શાસ્ત્રકારે એક મહત્વપૂર્ણ હકીકતનું વર્ણન કર્યું છે. વિશ્વમાં જડ અને ચેતન એ પદાર્થના અસ્તિત્ત્વોનું ગ્રહણ કરીને બંને દ્રવ્યોનું જે ક્રિયમાણતત્ત્વ છે તેનો સુંદર રીતે ઉલ્લેખ કર્યો છે. જડદ્રવ્યોમાં રૂપી દ્રવ્યો લીધા છે અને જીવ દ્રવ્યમાં બધાં જીવોનો સંગ્રહ કરીને તેની ગતિવિધિનો ઉલ્લે કર્યો છે. જીવદ્રવ્યો જે કાંઇ ભાવો કરે છે તેનું અલગ અલગ શબ્દોમાં વિવરણ કર્યું છે પરંતુ આ બધું પરિણમન કર્મસત્તાથી અને ચૈતન્યસત્તાથી પ્રવર્તમાન થાય છે, તેનો સ્પષ્ટ આભાસ આપ્યો છે, કર્મસત્તાનું પરિણમન, એ વિકારી પરિણમન છે, જ્યારે ચૈતન્ય સત્તાનું પરિણમન, તે અવિકારીભાવ છે. જીવદ્રવ્યના પરિણમનની સામે દશ્યમાન પદાર્થોના સ્વતંત્ર પરિણમનનો ઉલ્લેખ કરીને યર્થાથવાદી દ્દષ્ટિકોણ સ્થાપિત કર્યો છે. આ બંને જડ અને જીવદ્રવ્યો સ્વતઃ ઐશ્વર્યવાન છે પોતાના પરિણમનના પોતે અધિકારી છે. જીવાત્મા પરિણમનની ક્રિયા જો જ્ઞાન દ્દષ્ટિથી સમજે તો એક કરોડ ટનનો બોજો માથા પરથી ઓછો થઇ જાય છે. આખી ધ્રુવસત્તાનો ઉલ્લેખ કરીને આ દશમા ઠાણામાં શાસ્ત્રકારે જૈનદર્શનનું સમગ્ર મંતવ્ય પીરસી દીધું છે. ધન્ય છે શાસ્ત્રજ્ઞાનને...!
અહીં પુનઃ ઠાણાંગસૂત્રના બીજા ખંડ માટે જે મને આમુખ લખવાનો અવસર આપવામાં આવ્યો છે તે ફક્ત મારા અહોભાગ્ય નથી પરંતુ શુધ્ધ નિર્જરાનું એક મહત્ત્વપૂર્ણ કાર્ય પ્રાપ્ત થયું હોય તેવો અનુભવ થાય છે. રાજકોટમાં શાસ્ત્ર સંપાદનનો આ
AB
29