________________
ભૂમિકાઓ પાર કર્યા પછી અણુવ્રતી બને છે અને હજુ અણુવ્રતીની કેટલીક ભૂમિકાઓ બાકી છે તેને પાર કરીને મહાવતી બને છે. તળેટીથી પર્વતનું આરોહણ કરવા માટે આરોહી યાત્રી પર્વતનો ઘણો ભાગ પાર કર્યા પછી જે જગ્યાએ પહોંચવું છે ત્યાં જેટલું ચઢ્યો છે તેના કરતાં વધુ ચઢવાનું છે, તે અણુવ્રતનું સ્ટેશન છે અને આ જ આરોહી ફરીથી આગળ વધતા એવા કેન્દ્ર પર પહોંચ્યો કે ત્યાં ઘણો ભાગ ચઢી ચૂક્યો છે અને થોડો ભાગ બાકી છે, તે સ્ટેશન તે મહાવ્રત છે. સંપૂર્ણ યાત્રા પૂરી થાય અને ટોચના કેન્દ્ર ઉપર પહોંચે, તો તે યથાખ્યાત ચારિત્ર્યનું પૂર્ણવિરામ સ્ટેશન છે.
પાંચમા દાણાનું આ એક ઉદાહરણ આપ્યા પછી આગળના દસ ઠાણા સુધીમાં ઘણા ઘણા વિષયો છે. તેની ચર્ચા કરવી અહીં આવશ્યક નથી પરંતુ અભ્યાસીએ આ બધાં જ સ્થાનોનો અભ્યાસ કર્યા પછી તે કથનના યથાર્થ ભાવો, તેના તાત્પયાર્થ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિથી જે ઉપદેશ અપાયો છે તે પ્રત્યે ધ્યાન આપવું આવશ્યક છે. જૈનદર્શન જીવનના બધાં કાર્યોમાં કર્મને કારણભૂત માને છે પરંતુ જો આ સ્થાનોનો અભ્યાસ કરવામાં આવે તો સ્પષ્ટ સમજાય છે કે કર્મ સિધ્ધાંત એકાંતિક નથી. જીવનના બધાં બિદુંઓ ઉપર કર્મનો પ્રભાવ હોવા છતાં પુરુષાર્થને પૂર્ણ અવકાશ છે, તે માટે જ આ સ્થાનોમાં ઘણી ઘણી નૈતિક અને આવકાર્ય સૂચનાઓ આપવામાં આવી છે, જેમકે ઉન્માદના કારણોમાં મનુષ્ય ઘેલછા કરીને જે પૂજ્ય પુરુષો છે તેની નિંદામાં ઉતરે છે અને તેના કારણે આવા નિંદક લોકોમાં ભયંકર વિકાર થવાથી તેઓ વિક્ષિપ્ત થઇ જાય છે. જુઓ, અહીં કર્મ સિધ્ધાંતને પ્રધાનતા ન આપતા સમાજની નુકશાનકારી પ્રવૃત્તિ ઉપર સંયમ રાખવાની આવશ્યકતા બતાવવામાં આવી છે. ઉત્પાદનો અર્થ એક પ્રકારના નિંદનીય ભાવોના આક્રમણથી મનુષ્ય પોતાની નૈતિક જવાબદારી ગુમાવી બેસે છે અર્થાત્ બે લગામનો ઘોડો જેમ માર્ગથી ભષ્ટ થઇ જાય છે તેવી સ્થિતિ જન્મે છે.
અહીં આપણે એ જ કહેવા માંગીએ છીએ કે આ સ્થાનો અને જ્ઞાન ભરેલાં બિંદુઓ ઊંડાઇથી વિચારવા જેવા છે. અભ્યાસીએ તેનું વિજ્ઞાન મેળવીને સંઘ કે સમાજમાં શિસ્તબધ્ધ સૂત્રપાત કરવાનો છે.
ઠાણાંગસુત્રના આઠમા કાણામાં અક્રિયાવાદનો ઉલ્લેખ કરીને તેના આઠ પ્રકાર