________________
વિધાન કરી, અણુવતી અને મહાવ્રતીના ત્યાગની રેખા ખેંચી છે. અહીં મહાવ્રત શબ્દ તે વ્રતોની પરિપૂર્ણ સીમા માટે નથી અર્થાત્ મહાવ્રત તે પૂર્ણ વ્રત નથી તેથી જ તેને મહાવ્રત કહે છે. ‘મહા” શબ્દ અધિકતાનો સૂચક છે તેમાં અધિક અંશે વ્રતભાવ છે અને અલ્પાંશે વ્રત સ્કૂલના થઇ શકે છે તેથી અહીં પૂર્ણ વ્રત કે યથાર્થવ્રત ન કહેતાં યથાખ્યાત વ્રતોથી નીચેના વ્રતો મહાવ્રતની ગણત્રીમાં આવે છે. મહાવ્રતના પચ્ચખાણ કે ત્યાગમાં સાધકને પૂર્ણવાચી શબ્દોથી પ્રતિજ્ઞા કરાવવામાં આવે છે પરંતુ તેમાં પ્રમાદને અવકાશ હોવાથી અને સ્વયં પ્રમાદી અવસ્થા સાથે જોડાયેલા હોવાથી મહાવ્રતીનું પ્રમત્ત ગુણસ્થાન બતાવ્યું છે. નવકોટિએ લીધેલા પચ્ચકખાણ હોવા છતાં સાધકના મનમાં પ્રમત્તદશા અવકાશ મેળવે છે, તે સૂક્ષ્મ અવ્રતનું પરિણામ છે અથવા કહો તો વ્રતો પ્રત્યેની બેદરકારી કે અસાવધાની છે. તે સૂક્ષ્મ રાગ દ્વેષાત્મક પરિણામોનું ફળ છે. અહીં ખાસ ધ્યાન આપવાનું છે કે મહાવ્રતીએ અતિક્રમ - વ્યતિક્રમ આદિ અવ્રતની ભૂમિકાનું સેવન કરવાનું નથી પરંતુ પ્રત્યક્ષ રૂપે તેણે અનાચારના પચ્ચખાણ કર્યા છે, તે સમજવાનું છે. આ વ્રત તે મહાવ્રત છે, પરિપૂર્ણ વ્રત નથી અને તે જ રીતે અણુવ્રતો પણ વ્રતનો આરંભિક છેડો નથી અર્થાત્ નીચેનું અંતિમ બિંદુ નથી. સર્વથા અવ્રત અને સર્વથા વ્રત, આ બે છેડાઓની વચ્ચેની ભૂમિકા તેનું અણુવ્રત તરીકે મધ્યસ્થ શુભારંભ કરીને બીજી ઉપરની ભૂમિકાને મહાવ્રત તરીકે ઓળખાવી છે. અહીં અમે આટલું સૂક્ષ્મ દિગ્દર્શન એટલાં માટે આપ્યું છે કે, વ્રતના વિષયમાં જે કાંઇ વ્યાખ્યાન થાય છે તે પૂરી સમજના અભાવે અટપટુ વ્યાખ્યાન થાય છે. અહીં શાસ્ત્રકારે આ પાંચમા બોલમાં અણુવ્રત – મહાવ્રત જેવી બે ભૂમિકાનો ઉલ્લેખ કરી સાધારણ વ્યાવહારિક બુધ્ધિથી આચાર યોગ્ય બે માર્ગ નિર્ધારિત કર્યા છે, જે આજે એક શ્રાવકોનો અને એક મુનિઓનો માર્ગ સ્પષ્ટ અસ્તિત્ત્વ ધરાવે છે. આ બંને ભૂમિકા વચગાળાની ભૂમિકા છે, તે ભૂલવા જેવું નથી. અણુવ્રતી એ સવર્થી છૂટવાળો છે અને મહાવ્રતી એ સવર્ણા બંધનવાળો છે, તેમ ન સમજતા બંનેના વિકાસ ક્રમ અનુસાર બે ભૂમિકા છે. અણુ શબ્દ તે સૂક્ષ્મ પરમાણુનો વાચક નથી. અવ્રતોમાં ઊભું કરેલું એક ઉત્તમ છિદ્ર છે, એક મોટું છિદ્ર છે. અવ્રતી જીવ જ્યારે આરાધક બને છે ત્યારે સાધારણ દયા અને અહિંસાની કેટલીક