________________
અભિગમ
ગોંડલ ગચ્છ શિરોમણી પરમ દાર્શનિક
પૂ. શ્રી જયંતમુનિ મ.સા. શ્રી ઠાણાંગ સૂત્રના ભાવો જ્યારે સાંભળીએ છીએ ત્યારે તેમાં ક્રમપૂર્વક બોલ અને તેનું વૈવિધ્ય એટલું બધું વિશાળ છે તથા વિસ્તૃત ભાવોને આવરી લે છે, તેનો જો વિચાર કરીએ તો એક લીંબડાના લાખો પાંદડા હોય, તે બધાં પાંદડાઓની ગણત્રી કરવા જેવું કઠિન કામ છે. જો કે પાંદડા તો બધાં એક સરખા હોય છે પરંતુ વિશાળકાય લીંબડા જેવા સ્થાનાંગ સૂત્ર રૂપ વૃક્ષના પાંદડાઓ તો ઘણી ઘણી વિવિધતાથી ભરેલાં છે અને તેમાં અલગ અલગ રીતે મૂકેલું શુભાશુભ તત્ત્વ, પ્રગટ-અપ્રગટ રહસ્યો એટલાં વ્યાપક છે કે સહુને સંકેલી લેતાં, પણ એક વિરાટ ગ્રંથ લખવો પડે છે.
આગળ આપણે પ્રથમ ખંડમાં ચાર સ્થાન સુધીના વિભાગ પર જે આમુખ લખ્યો છે તે સ્થાનાંગસૂત્રની મહત્તાને સ્પર્શે છે તેથી અહીં તદ્રુપ મહત્ત્વપૂર્ણ આખ્યાન ફરીથી કર્યું નથી પરંતુ કહેવું જોઇએ કે સ્થાનાંગ સૂત્રમાં સૂર્ય - ચંદ્ર બંનેનો ઉષ્ણ તથા શીતલ પ્રકાશ પ્રાપ્ત થાય છે. તે ઉપરાંત ધર્મના નિયમો સિવાય પણ આયુર્વેદિક સિધ્ધાંતો, સ્વાથ્યને લગતી સૂચનાઓ તથા વ્યાવહારિક નિયમોને સ્પર્શ કરતાં, નીતિશાસ્ત્રને સ્પર્શતા સૂત્રો ઝબકારા કરે છે. સાધુ-સંતોના આચાર સાથે બીજા ઘણા લૌકિક નિયમોનો ઉલ્લેખ કરીને સુદઢ સમાજ રચનાને પણ ષ્ટિગત રાખી છે. ક્રમમાં મૂકેલા બોલો કે અલગ અલગ વિધિ - વિધાનના બિંદુઓ ફક્ત સંખ્યાના જ વાચક છે તેમ નથી. સંખ્યા તો માનો અભ્યાસીને માટે શાસ્ત્ર સ્મૃતિગત બને તે માટે પ્રદર્શિત કરી છે પરંતુ હકીકતમાં બુદ્ધિરૂપી અશ્વને દોડાવવા માટે ભિન્ન ભિન્ન વિદ્યાઓ ઉપર સૂચના આપી એક વિશાળ મેદાન તૈયાર કર્યું છે. આ નાના આમુખમાં આ બધાં બોલનું ભાષ્ય કરવું અનુકૂળ ગણાશે નહીં તેથી આપણે થોડો પ્રકાશ નાંખી આમુખને સ્થાનાંગસૂત્રનું મુખ ન કહેતા ઠાંણાગ સૂત્ર માટેની એક દ્રષ્ટિ છે તેમ કહેશું. ખરું પૂછો તો આમુખને બદલે “આનેત્ર’ એવો શબ્દ બનાવવો પડશે.
અહીં પાંચમાં સ્થાનમાં અણુવ્રત અને મહાવ્રત, તે રીતે વ્રતોના બે પ્રકારનું
26 ૮