________________
સ્થાન-૯
[ ૨૯૧ |
संखाणे णिमित्ते, काइया पोराणे पारिहत्थिए ।
परपंडिए वाई य, भूइकम्मे तिगिच्छिए ॥१॥ ભાવાર્થ:- નપુણિક વસ્તુ(પુરુષ) નવ છે, અર્થાત્ કોઈ વસ્તુમાં નિપુણતા પ્રાપ્ત કરનારા પુરુષના નવ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) સંખ્યાન નૈપુણિક- ગણિત શાસ્ત્રના વિશેષજ્ઞ. (૨) નિમિત્ત નૈપુણિકમુહૂર્ત આદિ નિમિત્ત શાસ્ત્રના વિશેષજ્ઞ. (૩) કાય નૈપુણિક– ઈડા, પિંગળા આદિ પ્રાણ તત્ત્વના વિશેષજ્ઞ. (૪) પુરાણ નૈપુણિક– પુરાણ આદિ શાસ્ત્ર અથવા ઇતિહાસ વિશેષજ્ઞ. (૫) પારિહસ્તિક નૈપુણિકસ્વભાવથી જ સમસ્ત કાર્યમાં દક્ષ. (૬) પરપંડિત નૈપુણિક- અનેક શાસ્ત્રોમાં નિપુણ. (૭) વાદીશાસ્ત્રાર્થ અથવા વાદ-વિવાદ કરવામાં કુશળ. (૮) ભૂતિકર્મ નૈપુણિક– મંત્રિત ભસ્મ દ્વારા જ્વરાદિને અથવા યક્ષાવેશને ઉતારવામાં કુશળ. (૯) ચિકિત્સા નૈપુણિક– આયુર્વેદ શાસ્ત્રમાં નિપુણ.
વિવેચન :
Maru - નૈપુણિક. નિપુણનો અર્થ છે સૂક્ષ્મજ્ઞાન. જે વ્યક્તિ જે વિષયમાં સૂક્ષ્મ જ્ઞાનવાન હોય તેને તે વિષયના નૈપુણિક કહે છે. વૃત્તિકારે તેનો બીજો અર્થ પણ કર્યો છે– અનુપ્રવાદ નામના નવમા પૂર્વમાં સૂત્રોક્ત નામવાળા નવ અધ્યયન છે. મહાવીર સ્વામીના નવ ગણ:२८ समणस्स णं भगवओ महावीरस्स णव गणा होत्था, तं जहागोदासगणे, उत्तरबलिस्सहगणे, उद्देहगणे, चारणगणे, उद्दवाइयगणे, विस्सवाइयगणे, कामड्डियगणे, माणवगणे, कोडियगणे ।
ભાવાર્થ :- શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના નવ ગણ(વિભાજન વિશેષ) હતા, તે આ પ્રમાણે છે(૧)ગોદાસ ગણ, (૨) ઉત્તરબલિસહ ગણ, (૩) ઉદ્દેહ ગણ, (૪) ચારણ ગણ, (૫) ઉદ્દવાદિક ગણ (૬) વિશ્વવાદિક ગણ (૬) કામદ્ધિક ગણ, (૮) માનવ ગણ, (૯) કોટિક ગણ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ભગવાન મહાવીર સ્વામીના નવ ગણોના નામ કહ્યા છે. આ જ નવમા સ્થાનના એંસીમાં સૂત્રમાં ભગવાન મહાવીર દ્વારા કથિત વચન છે કે જેમ મારે નવ ગણ અને અગિયાર ગણધર છે તેમ પવનાભ તીર્થંકર (શ્રેણિકના જીવ)ને પણ નવ ગણ અને અગિયાર ગણધર થશે.” આ બંને સુત્ર દ્વારા સ્પષ્ટ થાય છે કે ભગવાન મહાવીરના શ્રમણોને અધ્યયન અધ્યાપન માટે નવ વિભાગોમાં વિભક્ત કરવામાં આવ્યા હતાં. તે નવ વિભાગમાંથી સાત વિભાગના શ્રમણોના ગણધારક એક એક ગણધર હતા અને આઠમા નવમા ગણના ગણધારક બે-બે ગણધર હતા. તે ગણોના નામ ગણધારક