________________
૨૯૦ ]
શ્રી ઠાણાગ સત્ર-૨
પાપબંધક સ્થાનો - २५ णव पावस्सायतणा पण्णत्ता, तं जहा- पाणाइवाए, मुसावाए, વિઘણા છે, મેહુણે, પરિવારે, શોલે, માળ, માયા, તમે . ભાવાર્થ :- પાપના આયતન(સ્થાન) નવ છે, તે આ પ્રમાણે છે– (૧) પ્રાણાતિપાત, (૨) મૃષાવાદ, (૩) અદત્તાદાન, (૪) મૈથુન, (૫) પરિગ્રહ, (૬) ક્રોધ, (૭) માન, (૮) માયા, (૯) લોભ. વિવેચન :
પાપના સ્થાન અઢાર છે પરંતુ આ નવ સંખ્યક સ્થાન હોવાથી સૂત્રકારે અહીં નવ પાપસ્થાનક કહ્યા છે. તેનું સ્વરૂપ સ્થાન-૧ પ્રમાણે જાણવું. નવ પાપગ્રુત :२६ णवविहे पावसुयपसंगे पण्णत्ते, तं जहा
उप्पाए णिमित्ते मंते, आइक्खिए तिगिच्छिए ।
कला आवरणे अण्णाणे मिच्छापवयणे ति य ॥१॥ ભાવાર્થ :- પાપકૃત પ્રસંગ(પાપના કારણભૂત શાસ્ત્ર)ના નવ પ્રકાર છે, તે આ પ્રમાણે છે- (૧) ઉત્પાતઋત- પ્રકૃતિ વિપ્લવ અને રાષ્ટ્ર વિપ્લવ સૂચક શાસ્ત્ર (૨) નિમિત્તશ્રુત- ભૂત, વર્તમાન અને ભવિષ્યના ફલ સૂચક શાસ્ત્ર (૩) મંત્રશ્રુત- મંત્રવિદ્યા પ્રતિપાદક શાસ્ત્ર (૪)આખ્યાયિકશ્રુત- પરોક્ષ ભાવદર્શકની માતંગવિદ્યા શાસ્ત્ર (૫) ચિકિત્સાશ્રુત- રોગ નિવારક ઔષધિદર્શક આયુર્વેદ શાસ્ત્ર (૬) કલાશ્રુત- સ્ત્રી, પુરુષની કલાના જ્ઞાપક શાસ્ત્ર (૭) આવરણશ્રુત- ભવન નિર્માણની વાસ્તુવિદ્યાના શાસ્ત્ર (૮) અજ્ઞાનશ્રુત-નૃત્ય, નાટક, સંગીત આદિના શાસ્ત્ર (૯) મિથ્યાપ્રવચન-કુતીર્થિક, મિથ્યાત્વીના શાસ્ત્ર. વિવેચન :
પાપકૃત પ્રસંગ– જે શાસ્ત્ર પાપબંધના કારણ રૂપ હોય તેને પાપગ્રુત કહે છે. પ્રસંગનો અર્થ આસેવન કે વિસ્તાર છે. તા-તથા સેવાપઃ વિસ્તારો વા- સ્થાનાંગવૃત્તિ.
સમવાયાંગ ૨૯/૧માં ઓગણત્રીસ પાપશ્રુત પ્રસંગનો ઉલ્લેખ છે. ત્યાં મૂળ આઠ પાપશ્રુત પ્રસંગ કહ્યા છે પરંતુ પ્રસ્તુત સૂત્રમાં ઉલ્લેખિત નામોથી તે ભિન્ન છે. નિપુણ વ્યક્તિઓ - |२७ णव णेउणिया वत्थू पण्णत्ता, तं जहा