________________
સ્થાન - ૯
| ૨૮૯ ]
પશુઓ માટે પાણીના અવેડા ભરાવવા, દુષ્કાળના સમયે ગામમાં, ગલીઓમાં કે ઘરોમાં પાણી પહોંચાડવું વગેરે પાનપુણ્ય છે. આ જ રીતે (૩) મકાન, નિવાસસ્થાન, વિશ્રામસ્થાન વગેરેના દાનની પ્રવૃત્તિઓ લયનyય છે. ઉપાશ્રય, પૌષધશાળા બનાવવામાં ધર્મ અનુમોદનાની પ્રમુખતા છે તેથી તેમાં ધર્મ અને નિર્જરાની પ્રમુખતા છે. છતાં તેનો પણ લયનપુણ્યમાં સમાવેશ થઈ શકે છે. (૪) બેસવા સૂવાના સાધનોનું દાન કરવું શયનyય છે. (૫) સૂતરાઉ, ઉની વગેરે વિવિધ પ્રકારના પહેરવા, ઓઢવાના વસ્ત્રોનું દાન કરવું તે વસ્ત્રપુણ્ય છે. (૬) જીવ માત્ર પ્રત્યે શુભ, પવિત્ર અને સુખદાયી મનોભાવ રાખવા તે મનપુણ્ય છે. (૭) પ્રાણીઓને આનંદ થાય, સુખ પહોંચે તેવા અનુકૂળ અને મનોજ્ઞ શબ્દોનો પ્રયોગ કરવો, મધુર અને કોમળ વચનો દ્વારા અન્યને શાતા પહોંચાડવી તે વચનપય છે. (૮) કાયા દ્વારા અન્યની સેવા કરીને, સહયોગ આપીને શાતા પમાડવી તે કાયપુણ્ય છે. (૯) પૂજ્ય વ્યક્તિને કે પ્રાણીને માન-સન્માન આપવું અથવા નમસ્કાર કરવા તે નમસ્કારપુરય છે.
આ નવ પ્રકારના કાર્યો જીવો માટે સુખ અને શાતાજનક છે, તેમાં સ્વાર્થભાવનો નાશ થાય છે. તેથી તે કાર્યો આત્માને પણ પવિત્ર કરે છે. તે નવ પ્રકારના કાર્યોથી જીવને શુભ કર્મોનો બંધ થાય છે.
પહય, પા૫ અને ધર્મ સાથે કર્મનો સંબંધ :
(૧) પુણ્ય જનક સૂત્રોક્ત નવ પ્રકારના કાર્યો કરવાથી શુભ કર્મોનો બંધ થાય છે. કારણ કે તે કાર્યોમાં જીવો પ્રત્યે અનુકંપાભાવ, કરુણાભાવ અને સેવાભાવ હોય છે. તે પ્રવૃત્તિઓમાં હિંસાત્મક આવશ્યક પ્રવૃત્તિ થાય છે. જેમ કે- અન્યને ભોજન કરાવવા માટે રસોઈ બનાવવા આરંભ-સમારંભ કરવો પડે છે. તેનાથી કિંચિત્ અશુભકર્મનો બંધ થાય છે પરંતુ તે નગણ્ય છે કારણ કે તે પ્રવૃત્તિમાં પરમાર્થ ભાવની જ પ્રધાનતા છે. (૨) પાપજનક અઢાર પ્રકારના કાર્યો કરતાં, જીવન નિર્વાહ માટે અને કુટુંબના ભરણપોષણ માટે વિવિધ પ્રવૃત્તિઓ કરતાં પાપકર્મનો બંધ થાય છે. કારણ કે તે કાર્યોમાં મુખ્યત્વે મોહ, સ્વાર્થ, સંસારભાવની જ પ્રધાનતા છે. તેથી અશુભ કર્મોનો બંધ થાય છે. તે પ્રવૃત્તિમાં પણ અન્ય જીવોને શાતા થાય, તથા પારિવારિકજનો સુખ-શાતાનો અનુભવ કરે, તેથી કિંચિત્ શુભ કર્મોનો બંધ પણ થાય છે. (૩) ધાર્મિક અનુષ્ઠાનો– વ્રત, નિયમ, સ્વાધ્યાય, ધ્યાન, સામાયિક, પૌષધ, તપ-ત્યાગ વગેરે મોક્ષ માટે અને આત્મવિશુદ્ધિના લક્ષ્ય હોય છે. તેનાથી મુખ્યત્વે કર્મનિર્જરા જ થાય છે. તે પ્રવૃત્તિથી અન્ય જીવોને અભયદાન મળે અને સવ્યવહાર વગેરે યોગની શુભ પ્રવૃત્તિ થાય, તેનાથી પુણ્ય કર્મનો બંધ થાય છે. તેમજ શરીરની સુક્ષ્મ ક્રિયાઓથી જીવ વિરાધના આદિ થાય તો કિંચિતુ અશુભ કર્મોનો બંધ પણ થાય છે. તેમ છતાં તે પ્રવૃત્તિમાં નિર્જરાની પ્રધાનતા હોવાથી અન્ય સર્વ ગૌણ બની જાય છે.
આ રીતે પુણ્ય, પાપ અને ધર્મજન્ય પ્રવૃત્તિઓનું સ્વરૂપ જાણી શકાય છે. પુણ્યના કાર્યોમાં શુભ કર્મબંધની મુખ્યતા, પાપના કાર્યોમાં અશુભ કર્મબંધની મુખ્યતા અને ધર્મના કાર્યોમાં નિર્જરાની મુખ્યતા છે. તે મુખ્યતાના કારણે જ તે પ્રવૃત્તિઓ પુણ્ય, પાપ અને ધર્માચરણ કહેવાય છે.